તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:સાડા 8 મહિના બાદ કોરોના કેસ 30થી નીચે પહોંચ્યા, 26 સાજા

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 14 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહી : વધુ 25 કોરોના કેસ

શહેરમાં 22 અને જિલ્લામાં 3 કેસ સાથે સોમવારે કોરોનાના વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સાડા 8 મહિના બાદ સોમવારે પોઝિટિવની સંખ્યા 30 નીચે પહોંચી છે. ગત તા.23 મેએ સુરતમાં 29 કેસ પોઝિટિવ નોંધાયા હતા. બાદ પોઝિટિવ કેસમાં સતત વધારો થયો હતો. જ્યારે તેની સામે શહેરમાંથી 23 અને જિલ્લામાંથી 3 મળી 26 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51350 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

કેસમાં સતત ઘટાડા સાથે મૃત્યુ દર પણ ઘટ્યો
કોરોના કેસમાં સતત ઘટાડા સાથે મૃત્યુ દર પણ ઘટી રહ્યો છે. સતત ઘટી રહેલા કેસની સાથે કોરોનાના દર્દીઓના મોતનો સિલસિલો અટકી જતા મોટી રાહત થઈ છે. છેલ્લા 14 દિવસમાં શહેર જિલ્લામાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત ન નિપજતા તંત્રએ હાશકારો લીધો છે.

વરાછા ઝોનમાં સેનેટાઇઝર સ્ટેન્ડ લોક!
પહેલા સેનેટાઈઝર કર્યા વગર કોઈ પણ ઓફિસમાં પ્રવેશ કરતો નહીં પરંતુ હવે કેસ ઘણા ઓછા થઇ જવા લાગ્યા છે. તેના કારણે બધું જ ભૂલી જવાયુ છે. વરાછા ઝોનની બહાર મૂકેલી સેનેટાઈઝરની બોટલને બાંધીને એક તરફ મૂકી દેવાઇ છે તે સૂચવે છે કે હવે આની જરૂર નથી.પરંતુ સલામતી જાહેરાત ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો