તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After 66 Days, The Number Of Positive Cases Increased To 145, While After 50 Days, The Number Of Active Cases Increased To 716.

કોરોના મહામારી:66 દિવસ બાદ ફરીથી પોઝિટિવ કેસો 145 પર, એક્ટિવ કેસો 50 દિવસ બાદ ફરી વધીને 716 થયાં

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોળાશાહી, લગ્ન-પ્રસંગોમાં ભીડ અને ચૂંટણીઓની સભાઓમાં બેદરકારી ભારી પડી શકે છે
  • રખડપટ્ટી અને લોકોમાં સતર્કતા ઘટતા કેસનું પ્રમાણ વધ્યા હોવાની શંકા

સુરતમાં સતત વધી રહેલા કેસો વચ્ચે 66 દિવસ બાદ શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ફરી 145 પર પહોંચી છે.જેમાં શહેરમાંથી125 અને જિલ્લામાંથી 20 કેસ નવા કેસો નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ આંક 54564 થયો છે. શહેરમાંથી 80 અને જિલ્લામાંથી 8 દર્દીઓ મળી 88 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 52711 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. પોઝિટિવ કેસમાં સતત વધારો થતાં એક્ટિવ કેસમાં પણ સડસડાટ વધારો થયો છે. રવિવારે એક્ટિવ કેસની સંખ્યા 50 દિવસ બાદ ફરીથી વધીને 700ને પાર કરી 716 નોંધાઈ છે.

આ વખતે કોમોર્બીડ દર્દીઓને સંક્રમણ વધુ
અગાઉ ગળામાં કફ જેવા લક્ષણો હતા જ્યારે હવે સામાન્ય માથાનો દુ:ખાવો જેવા લક્ષણોમાં દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. આ વખતે ખાસ કરીને કોમોર્બીડ વ્યક્તિઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. આઉટીંગ અને લોકોમાં પ્રિકોશન ઘટતા કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્રીજો વેવ કહી શકાય કે નહી તે બાબતે આપણે ત્યાં ભારતમાં કન્ફ્યુઝન છે. કારણ કે આપણે ત્યાં જુલાઈમાં પહેલો પીક આવ્યો હતો બીજી વખત ફરીથી કેસ વધ્યા હતા પણ એવો પીક બીજી વખત ન આવે તે માટે લોકોએ કાળજી રાખવાની જરૂર છે.

એક સારી વાત એ છે કે સંક્રમણ વધુ છે છતાં હોસ્પિટલમાં એડમિશન ઓછા હોવાથી મૃતાંક પણ ઓછો છે. થોડો સમય પહેલા મ્યુકરમાઈક્રોસીસ ફંગલ ઈન્ફેક્શનના કેસ દેખાતા હતા તે પણ હવે ઓછા થયા છે. જે દર્દીઓ પોઝિટિવ થયા બાદ અઠવાડિયામાં બહાર ફરતી થઈ જાય છે. તેઓ જો 14 દિવસ ફરજીયાત કોરન્ટાઈન રહે તો લોકો ઈન્ફેક્ટિવ ન થાય અને દર્દીને પોતાને કોમ્પ્લિકેશન ન વધે.

10-12 દિવસ ટ્રન્ડ જોયા પછી જ સ્પષ્ટ થશે
પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયક કહે છે કે હાલ તો કેસમાં વધારો થઈ રહ્યો છે. નવો વેવની શક્યતા અંગે હાલ અસમંજસ જેવી સ્થિતિ છે પરંતુ 10-12 દિવસ શું ટ્રેન્ડ છે તે જોયા બાદ વાસ્તવિક સ્થિતિ ખબર પડશે. કેટલાં પેશન્ટ દાખલ થઈ રહ્યાં છે ત્યારે લક્ષણો બાબતે પણ મોનિટરીંગ જારી છે.

કમિશનરે માસ્ક પહેરવા અપીલ કરી તો લોકોએ કહ્યું ‘ચૂંટણી વખતે ક્યાં હતાં ?’
કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે પાલિકા કમિશનરે લોકોને માસ્ક પહેરવા અપીલ કરતા લોકોએ જવાબો આપ્યા હતાં કે ‘ચૂંટણી સમયે કેમ કોઇ પગલાં ન લીધા ?’

બધા ફીટ રહે માટે માસ્ક પહેરવું જરૂરી
‘હું બધાને યોગ્ય રીતે ફીટ કરેલા માસ્ક પહેરવાની અપીલ કરું છું કારણ કે, નવા વાયરસ વચ્ચે કોરોના વધી રહ્યો છે.’ > બંછાનિધિ પાની, પાલિકા કમિશનર

કમિશનરના ટ્વીટ પર લોકોની ટિકા!

  • ‘નિયમ બનાવવાથી જરૂરી છે નિયમોનું પાલન કરવું જેનું સરેઆમ ઉલ્લંઘન ચૂંટણી સમયે દેખાયું, ત્યારે પ્રસાશને પાલન કરાવવાની જરૂર હતી. કોરોનાને રોકવાની જવાબદારી ખાલી પબ્લિકની નથી.’
  • કૃપા કરીને એ‌વા લોકોનો ઉલ્લેખ કરો જેણે માસ્ક પહેેરવાની છૂટ છે?

208 વ્યક્તિઓ પાસે 1 હજાર લેખે 2,08,000ની વસૂલાત
શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં માસ્ક નહીં પહેરનારા કુલ 208 વ્યક્તિઓને એન્ફોર્સમેન્ટની ટીમે પકડી 1 હજાર લેખે કુલ 2,08,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, આ દંડ વસૂલ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ લોકો કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ પોતાને કોરોના સંક્રમણથી બચી પોતાના પરિવારને સુરક્ષિત રાખવાનો છે. હાલ દિનપ્રતિદિન કેસોમાં વધારો થતો હોય એસઓપીનું પાલન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...