તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:3 માસ બાદ પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 100 પર પહોંચી

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર-જિલ્લામાં 162 દર્દીને રજા મળી, 2 દર્દીનાં મોત
  • શહેર અને જિલ્લામાં કોરોનાથી કુલ મૃતાંક 2100 નજીક

કોરોનાના કેસમાં સતત ઘટાડા સાથે 3 મહિના બાદ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 100 પર પહોંચી ગઈ છે. ગત 8 માર્ચના રોજ શહેર-જિલ્લામાં 100 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં 63 અને જિલ્લામાં 37 કેસ સાથે બુધવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 100 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 142230 થઈ ગઈ છે. બુધવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 મળી શહેર જિલ્લામાં વધુ 02 કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2094 થઈ ગયો છે. તેની સામે બુધવારે શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 61 મળી 162 દર્દીઓને રજા મળી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2400 થઈ ગઈ છે.

મ્યુકરથી એક મોત, નવા 4 દર્દી દાખલ થયાં
બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના નવા 3 દર્દી દાખલ થયા હતા જ્યારે 2 દર્દીઓની સર્જરી કરાઈ હતી અને 1 દર્દીને રજા મળી હતી. બુધવારે એક દર્દીનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં 7 મેજર અને 2 માઇનોર સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 272 સર્જરી કરવામાં આવી છે. હાલ 130 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 183 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જ્યારે 85 દર્દીઓને રજા આપવામાં આવી ચુકી છે.બંને સરકારી હોસ્પિટલ મળી કુલ 320 સર્જરી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...