કોરોના સંક્રમણ:228 દિવસ પછી 3 દર્દીનાં મૃત્યુ થયાં, સરકારીમાં 2, ખાનગી હોસ્પિ.માં 1 મોત, ત્રણેય મૃતકોની કોરોના ઉપરાંત અન્ય બીમારીની સારવાર પણ ચાલતી હતી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બુધવારે શહેરમાં કોરોના સંક્રમિત 3 જણાનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જો કે, આ તમામ દર્દી અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા હોવાનો પાલિકાનો દાવો છે. આ ઉપરાંત બે દર્દી એવા છે, જેમના પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા છે, પરંતુ તેમને રેકોર્ડ પર બતાવાયા ન હતા. પનાસનો યુવક ટીબીની, પાલ વિસ્તારના વૃદ્ધને એટેક આવ્યો હતો જ્યારે ઉમરગામના આધેડની ગેંગરીનની સારવાર ચાલી રહી હતી.

મૃતકો 35થી 70 વર્ષની વયજૂથના

પનાસનો યુવક ટીબીની સારવાર લેતો હતો ​​​​​​​પનાસ ગામ ખાતે રહેતા 35 વર્ષીય યુવકને ગઈ 7 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં ટીબી તેમજ અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરાયો હતો. આ યુવકનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ હતો. બુધવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

પાલ વિસ્તારના વૃદ્ધને એટેક પણ આવ્યો હતો
પાલ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને 8 જાન્યુઆરીએ હ્યદય રોગનો હુમલો થતાં ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. સારવાર દરમ્યાન તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની સારવાર દરમિયાન બુધવારે મૃત્યુ નીપજ્યું હતું.

ઉમરગામના આધેડને ગેંગરીન પણ હતું
ઉમરગામ હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધ ગેંગરીનની સારવાર માટે સ્મીમેરમાં 6 જાન્યુઆરી દાખલ થયા હતા અને તેમનું બુધવારે મોત નીપજ્યું હતું.

બે દર્દીઓનાં મૃત્યુ સત્તાવાર જાહેર ન કરાયાં
​​​​​​​​​​​​​​
ઉમરાના આધેડ તથા ડાયાબિટીસ, હાયપર ટેંશનવાળા ઉચ્છલના કોવિડ પોઝિટિવ 63 વર્ષીય વૃદ્ધાનું સ્મીમેરમાં મોત થયું હતું. બંનેને સત્તાવાર જાહેર કરાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...