તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુષ્ઠાન:21 દિવસીય જાપ સાધના બાદ ગૌતમ સ્વામિજીનું માંત્રિક અનુષ્ઠાન કરાયું

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અઠવાલાઇન્સ જૈન સંઘમાં બિરાજમાન બંધુ બેલડી આ. જિનચનદ્રસાગરસૂરિજીના લઘુબંધુ સૂરિમંત્ર-સમારાધક, પ્રવચન પ્રભાવક આ. હેમચન્દ્ર સાગરસૂરિજીની 21 દિવસીય જાપ સાધનાના સમાપન મહોત્સવમાં શ્રાવકો માટે અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામિજીનું માંત્રિક અનુષ્ઠાન આયોજિત કરવામાં આવ્યું હતું.

આ. જિનચન્દ્રસાગરસૂરિજીએ ‘મૈં તો ગૌતમ કા હૂં દાસા, ગૌતમ મેં અભિલાષા’ ભક્તિ-પદનું સામૂહિક ગાન તેમજ ‘જય જય બોલો ગૌતમ સ્વામિ’ની ધુન બોલાવી હતી. આ પ્રસંગે શુભકામના પાઠવવા આ. કુલચન્દ્રસૂરિજી પણ પધાર્યા હતા. જાપ સાધક આ. હેમચન્દ્ર સાગરસૂરિજીએ 64 ઇન્દ્ર, 64 ઇન્દ્રાણિ, 24 યક્ષ, 24 યક્ષિણી, 10 દિકપાલ, 9 ગ્રહ, ક્ષેત્રપાલાદિ દિવ્ય તત્ત્વોને મંત્રોચ્ચાર પૂર્વક આહ્વાનાદિ મુદ્રા બનાવીને આ અનુષ્ઠાનમાં પધારવા, સ્થિરતા કરવા અને અનુષ્ઠાનને સફળ બનાવવા વિધિ વિધાન કર્યા અને કરાવ્યા હતા. આજે 21 દિવસીય અનુષ્ઠાન પૂર્ણ કર્યા બાદ આચાર્ય ભગવંત અઠવાલાઇન્સ ઉપાશ્રયની આગાસીથી એટલે જાપ સાધના મંદિર પરિસરથી 21 દિવસ બાદ શ્રી સંઘને દર્શન આપવા નીચે ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો