સુરત પાંડેસરામાં એક લાચાર પિતાએ દીકરાના બે વાર અને દીકરીના એક વાર લગ્ન બાદ છુટાછેડા થઈ જવાથી માનસિક તણાવમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. પીડિત પરિવારે કહ્યું હતું કે આંખ ખોલતા પિતા ઘરમાં લટકતા મળી આવતા પરિવાર સૂઝબૂઝ ગુમાવી બેઠો હતો. બાળકોનું લગ્ન જીવન સફળ ન થતા પપ્પાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
પપ્પાની ઉંમર 55 વર્ષની હતી
આ અંગે મૃતક શનાલ્લુ બારીયાના દીકરાએ જણાવ્યું હતું કે, પપ્પાની ઉંમર 55 વર્ષની હતી. અમે મહાકાળી એપાર્ટમેન્ટ આશાપુરી પાંડેસરામાં સહ પરિવાર રહેતા હતા. ખુશ ખુશાલ પરિવારમાં પિતા માનસિક તણાવમાં હોવાનો ખ્યાલ પણ આવવા ન દીધો, જોકે બાળકોના લગ્નજીવનમાં ખૂબ જ ઓછા સમયમાં છુટા છેડા સુધી પહોંચતા દુઃખી રહેતા હતા.
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
વધુમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે. વર્ષોથી સુરતમાં વસવાટ કરી રહ્યા છે. એકના એક દીકરા અને એકની એક દીકરીને લઈ પપ્પા ના અનેક સ્વપ્ન હતા. મારા બે વાર લગ્ન કરાવ્યા પહેલું લગ્ન માત્ર 4 મહિના જ ટક્યું અને બીજું 2 વર્ષ બસ કોઈ કારણ ન હતું પણ પત્ની સાથે રહેવા જ તૈયાર ન હતી અને આખરે વાત છૂટાછેડા સુધી ચાલી ગઈ હતી. એવા સંજોગોમાં દીકરીના લગ્ન જીવનને ત્રણ વર્ષ જ થયા હતા અને પણ છુટાછેડા લઈ લેતા પપ્પા માનસિક તણાવમાં આવી ગયા હતા. વિધાતાના અજીબો-ગરિબ લેખને લઈ બે દિવસથી પપ્પાની તબિયત ખરાબ રહેતી હતી. આજે સવારે ઘરમાં જ લટકતી હાલતમાં જોવા બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.