તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં 2 દિવસ પછી ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુત્તમ પારો દોઢ ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો
 • સપ્તાહમાં કોલ્ડવેવની કોઇ શક્યતા નથી

હિમાલય રિઝનમાં સોમવારે સક્રિય થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમથી ઉત્તરમાં હિમવર્ષા થવાની શક્યતા છે. જેથી આગામી બે-ત્રણ દિવસ પછી ઉત્તરીય પવનોનું જોર વધશે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી સુધી ગગડી જવાની આગાહી છે. જોકે, કોલ્ડવેવ માટે હજુ શહેરીજનોએ રાહ જોવી પડશે. આ અઠવાડિયામાં કોલ્ડવેવનો રાઉન્ડ આવવાની કોઇ શક્યતા નથી.

રવિવારે લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો થતાં રાતે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી રહ્યું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર આવ્યો નથી. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો થયો છે.

વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 59 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિમીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. વેધર એક્સપર્ટ દેવચરણ દુબેએ જણાવ્યું કે, આગામી બે દિવસ તાપમાન સામાન્ય જ રહેશે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાની સિસ્ટમને લઇ મધ્યભારત પર એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન બનતા ગત અઠવાડિયે જોઇએ એવી ઠંડી પડી ન હતી. હાલમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આકાર લઇ રહી છે, જેને લઇ આગામી ત્રણ દિવસ પછી ઠંડીનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો