તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After 17 Years, The Original Surati Darshan Zardosh Was Included In The Union Cabinet, The 'politics' Of Increasing The Dominance Of Darshan Against The Power Of CR Patil.

સુરતી તમારું સ્વાગત છે...:17 વર્ષ પછી દર્શના જરદોશનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ, CR પાટીલના પાવર સામે દર્શનાનો દબદબો વધારવાની ‘રાજનીતિ’

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સખી અને રૂપાલાના નજીક હોવાનો લાભ મળ્યો - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સખી અને રૂપાલાના નજીક હોવાનો લાભ મળ્યો
  • મંત્રી જરદોશે ભાસ્કરને કહ્યું - ટેક્સટાઇલની બધી સમસ્યા ખબર છે, ચાર્જ લઇ લેવા દો એટલે જવાબ આપીશ
  • વાજપેયીની NDA સરકારમાં કાશીરામ રાણા 1998થી 2004 સુધી ટેક્સટાઇલ મંત્રી હતા
  • દ.ગુ.માંથી પહેલા મહિલા કેન્દ્રીય મંત્રીને રાજ્યકક્ષાના રેલવે-કાપડ મંત્રાલયનો હવાલો
  • પાટીલ સામેના જૂથના જરદોશને કેન્દ્રમાં સ્થાન મળતાં સુરત ભાજપમાં જૂથવાદ વકરશે

17 વર્ષ બાદ મૂળ સુરતી સાંસદ એવા દર્શનાબેન જરદોશને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. તેમની એકાએક થયેલી આ પસંદગીથી સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. દર્શનાબેન જરદોશને રેલવે અને ટેક્સટાઇલના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. મંત્રી દર્શના જરદોશને સુરતના ટેક્સટાઇલ સંબંધી પ્રશ્નો બાબતે દિવ્ય ભાસ્કરે પૂછતાં તેમણે કહ્યું કે, ‘ટેક્સટાઇલની બધી સમસ્યાઓ મને ખબર જ છે, ચાર્જ લઇ લેવા દો એટલે જવાબ આપીશ.’ રાજકીય નિષ્ણાંતો માને છે કે, સી.આર. પાટીલના પાવર સામે દર્શનાનો દબદબો વધારવાની રાજનીતિ છે. આગામી વિધાનસભાની ચૂૂંટણીમાં લાભ મળે તે માટે દક્ષિણ ગુજરાતના સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલાં કાશીરામ રાણા ટેક્સટાઇલ મંત્રી હતા
વાજપેયી સરકાર વખતે વર્ષ 1998-2004માં દક્ષિણ ગુજરાતમાંથી કેન્દ્ર સ્તરે કાશીરામ રાણા ટેક્સટાઇલ મંત્રી હતા. યુપીએ સરકાર વખતે ડો. તુષાર ચૌધરી કેન્દ્રીય મંત્રી હતા પણ પછી કોઈને મંત્રીપદ મળ્યું ન હતું. દર્શનાબેનની પસંદગી થતા હવે કેન્દ્રમાં દક્ષિણ ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે. ચેમ્બર દ્વારા કેન્દ્ર પાસે બિઝનેસ સંબંધી ઘણી રજૂઆતો કરાતી હોય છે, હવે આ રજૂઆતો-માગણીઓ પર વધુ ભાર મૂકાશે.

ઇન્દિરા ગાંધી પછીના સૌથી વધુ લીડ મેળવનાર મહિલા સાંસદ
દર્શનાબેને ફોટોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુરતના ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોશ દક્ષિણ ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ છે. પાટીદાર આંદોલન વખતે તેઓએ ભારે વિરોધ વચ્ચે પણ પાર્ટી માટે પ્રચાર-પ્રસાર કર્યો હતો. ઓબીસી જ્ઞાતિના દર્શના જરદોશ 2009ની ચૂંટણી દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતાં. તેમણે ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મતથી જીત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ હતી. 2014ની ચૂંટણી દરમિયાન ચોથા ક્રમની સૌથી વધુ લીડ તેમણે મેળવી હતી. તેમણે 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...