17 દિવસ બાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરમાં વિતેલા 18 કલાકમાં સરેરાશ 3.50 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સૌથી વધુ વરસાદ રાંદેર, કતારગામ અને વરાછામાં 4 ઇંચથી વધુ પડ્યો છે. બુધવારે સાંજે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ સરેરાશ 2 ઇંચ જેટલા ભારે વરસાદથી ઠેરઠેર રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા એક જ દિવસમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટી 28.2 ડિગ્રી થયું છે. આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે શુક્રવારથી તબક્કાવાર વરસાદનું જોર ઘટશે.
ઉપરવાસમાં 1.25 ઇંચ
ઉપરવાસમાં બુરહાનપુરમાં 64 મીમી, હથનુરમાં 50 મીમી, ગીરનાડેમમાં 73 મીમી, દહીગાવમાં 61.40 મીમી, ધુલિયામાં 52 મીમી, સાવખેડામાં 70 મીમી, ગીધાડેમાં 90 મીમી, મળી કુલ 671 મીમી એટલે કે સરેરાશ સવા ઇંચ વરસાદ થયો છે.
શહેરનો વરસાદ (મીમી)
ઝોન | રાત્રે | સાંજે | સાંજે | કુલ |
12-6 | 4થી6 | 6થી8 | ||
સેન્ટ્ર્લ | 26 | 6 | 47 | 79 |
વરાછા-એ | 21 | 40 | 18 | 79 |
વરાછા-બી | 25 | 58 | 29 | 112 |
રાંદેર | 62 | 8 | 32 | 102 |
કતારગામ | 30 | 16 | 60 | 106 |
ઉધના | 11 | 6 | 59 | 76 |
લિંબાયત | 10 | 16 | 39 | 65 |
અઠવા | 3 | 5 | 38 | 46 |
ડેમની સ્થિતિ
ઉકાઇ ડેમ: 325.34
ફૂટ: ઇન-આઉટફલો 6660 ક્યુસેક
હથનુર ડેમ: 209.90
મીટર: આઉટફલો 6091 ક્યુસેક
કોઝવે: 5.18 મીટર
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.