હવા સૂકી થતાં પ્રદૂષણ વધ્યું:15મી પછી શહેરમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ વધીને 91 ટકા થઈ ગયું
  • શહેરનો એર ક્વોલિટી ઇન્ડેકસ બે દિવસમાં 256થી 306 થઈ ગયો

દેવદિવાળીના બીજા દિવસે શહેરમાં પ્રદૂષણમાં વધારો થયો હતો. સાયન્સ સેન્ટરમાં લગાડેલી એર ક્વોલીટી મોનિટરીંગ સિસ્ટમમાં બપોરે 12 કલાકે ઇન્ડેકસ 306 નોંધાયો હતો, જે બે દિવસ પહેલાં 256 આસપાસ હતો. બુધવારે વહેલી સવારે શહેરમાં ધુમ્મસ સાથે સ્મોગ (ધુમાડા)ની અસર જોવા મળી હતી. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 91 ટકા જેટલું હતું.

શિયાળામાં પ્રદૂષણનું સ્તર વધે જ છે: તજજ્ઞ
નર્મદ યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગના પૂર્વ એચઓડી એસ.કે. ટાંકના જણાવ્યા મુજબ દર શિયાળામાં વાતાવરણ સૂકું રહેતું હોવાથી સામાન્ય રીતે પ્રદુષણનું સ્તર વધતું હોય છે. દેવદિવાળીમાં શહેરમાં ફટાકડા પ્રમાણમાં ઘણા ઓછા ફૂટે છે, જેથી એક્યુઆઇના સ્તરમાં વધવાનું કારણ માની શકાય નહીં.

મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો : બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી નો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 91 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 2 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. 15મી પછી ઠંડીનું જોર વધવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...