નિર્ણય:15 દિવસ પછી સહારા દરવાજા સુધીનો બ્રિજ 4 મહિના બંધ રહેશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા સાથે યોજાયેલી બેઠક. - Divya Bhaskar
પાલિકા સાથે યોજાયેલી બેઠક.
  • પાલિકાની ફોસ્ટા સહિતનાં સંગઠનો સાથેની બેઠકમાં નિર્ણય
  • 20 વર્ષ જૂનો બ્રિજ રિપેર કરાશે, પે&પાર્ક પણ બંધ કરાશે

રિંગ રોડ ફ્લાયઓવર ખખડધજ થઈ ગયો હોવાથી હવે પાલિકા માનદરવાજાથી સહારા દરવાજા સુધીના બ્રિજને રિપેર કરશે. જેને પગલે આ બ્રિજ 15 દિવસ બાદ 4 મહિના સુધી બંધ રખાશે. સ્ટેશનથી આવતા-જતા વાહનો, કડોદરા તરફથી ઉધના દરવાજા આવતા વાહનો રિંગ રોડ પરના બ્રિજનો ઉપયોગ કરતાં હોય છે. જેને લઈને બ્રિજની નીચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની શક્યાતા હોવાથી પાલિકાના ડેપ્યુટી એન્જિનિયર જે.એન પટેલ, એક્ઝિક્યુટીવ એન્જિનિયર વી.એસ ગમેશનવાલા, આસીસ્ટન્ટ એન્જિનિયર કરણ ભાવસાર અને ટ્રાફિક પોલીસે ફોસ્ટા સાથે મિટિંગ યોજી હતી.

માન દરવાજાથી સહારા દરવાજા સુધી બ્રિજ રિપેર કરવાનો હોવા બાબતે ફોસ્ટાએ વેપારીઓને જાણકારી આપી હતી. પરંતુ ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાએ કહ્ું હતું કે, ‘બ્રિજની નીચે રસ્તો ખરાબ છે એટલે એ પહેલા રીપેર કરો અને ત્યાર બાદ બ્રિજને બંધ કરો.’ એટલે હવે પાલિકા દ્વારા 15 દિવસમાં આ નીચે રસ્તો રિપેર કર્યા બાદ બ્રિજને 4 મહિના માટે બંધ કરવામાં આવશે. જેને લઈને 4 મહિના સુધી બ્રિજ નીચે પે-એન્ડ પાર્ક પણ બંધ કરીને વાહનોની અવર-જવર માટે જગ્યા કરવામાં આવશે. આ મિટિંગમાં ટેમ્પો એસોસિએશનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...