તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • After 10 Days The Cases Dropped To 464, Malls, Temples, Theaters Closed, 50 Teams Deployed For Checking In The Containment Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:10 દિવસ પછી કેસ ઘટીને 464 થયા, મોલ, મંદિર, થિયેટર બંધ, કન્ટેઇનમેન્ટ ઝોનમાં ચેકીંગ માટે 50 ટીમ ઉતારી

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વરાછા મેઇન રોડ પર આવેલી બરોડા પ્રિસ્ટેજ માર્કેટ નજીક પણ સાંજે પાંચ કલાકે આ પ્રકારનું દૃશ્ય જોવા મળ્યુ હતું. - Divya Bhaskar
વરાછા મેઇન રોડ પર આવેલી બરોડા પ્રિસ્ટેજ માર્કેટ નજીક પણ સાંજે પાંચ કલાકે આ પ્રકારનું દૃશ્ય જોવા મળ્યુ હતું.
 • 17 કર્મી.ને ચેપ લાગતા સેન્ટ્રલ મોલ સીલ, 15 સ્વામીને કોરોના, BAPS મંદિર બંધ
 • ટિકિટ વેચતા આઇનોક્સ બંધ કરાયું
 • ઘોડ-દોડ રોડ પર આવેલા ઝેડ-બ્લ્યુના શો રૂમમાંથી 4 પોઝિટિવ મળ્યા
 • કેસ વધી રહ્યા છે ત્યારે બરોડા પ્રિસ્ટેજમાં ટોળે વળવાનું યથાવત, કોઇ નિયંત્રણ નહીં

સુરત શહેરમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિ વચ્ચે સંક્રમણને રોકવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મોટાપાયે ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાલિકાની ટીમે ડુમસ રોડ પર આવેલ સેન્ટ્ર્લ મોલમાં કર્મચારીઓનું ટેસ્ટીંગ કરતા 17 કેસ પોઝિટીવ મળી આવતાં સેન્ટ્ર્લ મોલને તાકીદે સીલ કરી દીધું છે. સેન્ટ્રલ મોલમાં કુલ 240 કર્મચારીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અડાજણમાં આવેલ બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં એક સાથે અધધ 15 સાધુઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરાવવામાં આવ્યું છે.

બીજી તરફ ઘોડ-દોડ રોડ ખાતે આવેલી ઝેડ-બ્લ્યુના શો રૂમમાં 4 પોઝિટિવ મળી આવ્યા હતા. ઉધના દરવાજા સ્થિત રિલાયન્સ મોલમાં પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમ્યાન મોલમાં આવેલ આઇનોક્સ થિયેટર ચાલુ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી તાકીદે થિયેટર પાલિકાએ બંધ કરાવ્યું હતું. બીજી તરફ સુરત મહાનગર પાલિકા અને શહેર પોલીસે સંયુક્ત રીતે 50 ટીમો બનાવી કન્ટેનમેન્ટ એરિયામાં બિનજરૂરી ફરતા લોકો સામે કાર્યવાહી કરશે.ઉલ્લેખનિય છે કે 10 દિવસ પછી શહેરમાં કેસ ઘટી 464 નોંધાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો