તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા 9 વર્ષમાં 2018માં 10.6 ડિગ્રીને બાદ કરતાં વર્ષ 2020માં ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. બુધવારે ઠંડીનો પારો સામાન્ય 0.2 ડિગ્રીના ઘટાડા સાથે 12.2 ડિગ્રી નોંધાયો હતો. સાથે સિઝનની સૌથી વધારે ઠંડી બુધવારે નોંધાઇ છે. આગામી 24 કલાક સુધી કડકડતી ઠંડીનું જોર રહેશે. ત્યારબાદ ક્રમશ: ઠંડીનું જોર ઘટશે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી ગુજરાતમાં 8 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ રહેલા બર્ફિલા પવનોને લઇ છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ છે.
વાતાવરણ ઠંડુંગાર થઇ જતાં બપોરના સમયે ઘરોમાં પંખા ફરતા બંધ થઇ ગયા છે. જ્યારે રાતે ઠંડીથી બચવા માટે ઠેરઠેર તાપણું કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. જે ગઇકાલની સરખામણીમાં અનુક્રમે મહત્તમ તાપમાન 0.8 ડિગ્રી વધારે જ્યારે લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી ઓછું છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 77 ટકા અને સાંજે 43 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિ.મી.ની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ પછી કોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. ત્યાં સુધી હવે ઠંડી સરેરાશ રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.