તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:એફિલેશન ફી માફ કરો તો અમે છાત્રોને ફીમાં રાહત આપી શકીશું:SFCMA

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિરોધ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફી ઘટાડવા માટે નવ સભ્યની કમિટી બનાવી છે. જે કમિટીની પહેલી બેઠક ઓનલાઇન મળી હતી. જેમાં સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે, જે રીતે સ્પોર્ટ્સ એન્ડ કેમ્પસ ડેવલોપમેન્ટ ફી માફ કરી છે તે જ રીતે કોલેજો પાસેથી લેવાતી રૂા. 1500 સુધીની એફિલેશન ફી માફ કરશો તો અમે વિદ્યાર્થીઓને એટલી ફીમાં રાહત આપીશું. એબીવીપી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને વારંવાર આવેદન પાઠવી કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ટ્યૂશન ફી જ લેવાયને તે સિવાયની તમામ ફી માફ કરાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...