તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:સુરતના એડવોકેટને અકસ્માત અટકાવવા અને ટ્રાફિક જાગૃતિ માટે સેફ્ટી એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કરાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક અવેરનેસ માટે કામ કરનારા અરૂણ લાહોટીનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
ટ્રાફિક અવેરનેસ માટે કામ કરનારા અરૂણ લાહોટીનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.
  • બે વર્ષમાં 15 જેટલા ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે

સુરત સહિત દેશ અને દુનિયામાં ટ્રાફિક જાગૃતતા અને અકસ્માત મુક્ત દુનિયા બનાવવાના સંદેશ સાથે કાર્યક્રમ આપનાર એડવોકેટ અરુણ લાહોટીને ફરી એકવાર સુરતની મધર ઇન્ડિયા દ્વારા રોડ સેફટી એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કર્યા છે. અરુણ લાહોટીએ લગભગ બે વર્ષમાં 15 જેટલા ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમ આપ્યા છે. એટલું જ નહીં પણ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડથી પણ સન્માનિત થયા છે.

વિદેશમાં પણ કાર્યક્રમ આપ્યાં
અરુણ લાહોટીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં ટ્રાફિક જાગૃતતાને લઈ એક NGOની શરૂઆત કરી હતી. ત્યારબાદ દર વર્ષે લગભગ 5 જેટલા કાર્યક્રમો આપતા આવ્યા છે. આજ દિન સુધીમાં ભારત સહિત વિદેશોમા ટ્રાફિક જાગૃતતાને લઈ સાયકલ રાઈડ કરી લોકોમાં સાવચેતી લાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે બે વર્ષમાં 67,000 હજાર આઈ-ફોલોના સ્ટીકર વિતરણ કરી લોકોમાં ટ્રાફિકને લઈ અવરનેસ લાવવાની કોશિષ કરી છે.

ન્યૂઝીલેન્ડમાં જાગૃતિ ફેલાવી
છેલ્લા બે વર્ષમાં આ પ્રમાણે કાર્યક્રમ કરી લોકોમાં ટ્રાફિક ના નિયમો નું પાલન કરાવવા ના પ્રયાસો કરી અકસ્માત ફ્રી સુરત જ નહીં પણ વિશ્વ બને એવા પ્રયાસ કર્યા છે. 2019માં 9 દિવસમાં 4 હજાર કિલોમીટરની સાયકલ રાઈડ કરી હતી.2019માં ગણેશ ચતુર્થીના દિવસથી 9 દિવસ સુધી સુરતના 111 ગણેશ મંડપોમાં ટ્રાાફિકને લઈ જાગૃતતા અને શપથ કાર્યક્રમ અને દરેક સોસાયટીમાં હેલ્મેટ વગર પ્રવેશ બંધી કરવા સૂચના આપી હતી.2019માં એક જ દિવસમાં એક જ કલાકમાં 7000 વિદ્યાર્થીઓએ અલગ અલગ શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ પર ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લઈ અવરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. 2020માં લોકડાઉન બાદ પહેલી સપ્ટેમ્બર ડૉક્ટર વિશ્વ દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ સાયકલ રાઈડનું આયોજન કર્યું હતું. સુરતથી સરદાર પ્રતિમા સુધી 9 મિત્રો સાથે ફિટ ઇન્ડિયા, હેલ્થી ઇન્ડિયા અને અકસ્માત ફ્રી ગુજરાતના સંદેશા સાથે સાયકલ રાઈડ કરી હતી.ન્યુઝીલેન્ડમાં પણ અકસ્માત ફ્રી વિશ્વ માટે ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમ બદલ ત્યાંની સરકારે જેકેટ અને લોગો આપી સન્માનિત કર્યા હોવાનું વધુમાં અરુણ લાહોટીએ જણાવ્યું હતું.

આટલા એવોર્ડ મળ્યા
- ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ
- વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા
- લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન
- સુરત પોલીસ દ્વારા સન્માન
- જોધપુરના રાજા દ્વારા લેખિતમાં સન્માન પત્ર આપી સન્માન
- ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સન્માન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો