તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સુરતમાં સાયકલ અપનાવો કોરોના ભગાવોના સુત્ર 500 સાયકલિસ્ટોએ સાયકલ રેલી યોજી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયકલ દિવસ પર યુવકોએ સાયક્લિંગ કરીને ઉજવણી કરી હતી. - Divya Bhaskar
સાયકલ દિવસ પર યુવકોએ સાયક્લિંગ કરીને ઉજવણી કરી હતી.
  • પાંચ કિલોમીટર સાયકલ રેલી યોજાઈ

આજે વિશ્વ સાયકલ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ સાયકલ ગ્રુપ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અણુવ્રત દ્વારથી સુરત એરપોર્ટ સુધી સાયકલિંગ કરીને કોરોના મુક્ત વિશ્વનો સંદેશ વહેતો કર્યો હતો. સાઈકલ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.સાયકલ ચલાવનાર પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજે લે છે. સાયકલ ચલાવવાથી શરીરની જે કસરત થાય છે. તેનાથી વ્યક્તિ સંપૂર્ણ પણે ફીટ હોવાનો અનુભવ કરે છે. વિશેષ કરીને આજના યુવકો હવે ધીરે ધીરે સાયકલિંગ તરફ પોતાનું આકર્ષણ બતાવી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત છે.

યુવાનોએ એકત્રિત થઈ ઉજવણી કરી
TAG Cyclist ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર છેલ્લા એક સપ્તાહથી ટેમ્પલ ચલાવવામાં આવ્યું હતું. જેમાં સાયકલ આપનારો કોરાના ભગાવો સૂત્ર સાથે લોકોને જોડવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં તમે જ્યાં હો ત્યાંથી આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાયક્લિક ગ્રુપ દ્વારા વધુ સંખ્યામાં યુવાનોને એકત્રિત કરવામાં આવ્યા ન હતાં. પરંતુ જે જ્યાં છે ત્યાંથી ઓછામાં ઓછી પાંચ કિલોમીટર સાયકલિંગ કરીને તેમના આ અભિયાનમાં હાજરી નોંધાવે તેવી અપીલ કરી હતી. જેમાં તેમને ખૂબ સારા પ્રમાણમાં સહકાર મળ્યો હતો.

ફિટ ઈન્ડિયા સ્લોગન સાથે કાર્યક્રમ
અરુણ લાહોટી જણાવ્યું કે અમારા ગ્રુપ દ્વારા સાયકલિંગ ને પ્રોત્સાહન મળે અને યુવાનો ફીટ રહે તેના માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે અત્યાર સુધી અમે "ફિટ ઈન્ડિયા" ' પોલ્યુશન ફ્રી ઇન્ડિયા" આવા અનેક સ્લોગન સાથે કાર્યક્રમ આપીએ છીએ. આજે કોરોના સંક્રમણ ના સમયમાં વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. યોગા,કસરત, સ્વિમિંગ, સાયકલિંગ જેથી કરીને આપણે આપણું પોતાનું રક્ષણ સારી રીતે કરી શકીએ અને એવા જ આશય સાથે અમે આજના કાર્યક્રમ ની ખાસ ઉજવણી કરી છે.