માગ:વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના પીડિત કિશોરે કહ્યું,હાઈકોર્ટનો સ્ટે વિથડ્રોલ થયો, હવે સુવ્રતમુનીની ધરપકડ કરો

સુરત5 મહિનો પહેલા
પોલીસ ધરપકડથી દૂર સુવ્રતમુની(ફાઈલ તસવીર)ને ઝડપી લેવા પીડિતે માગ કરી છે.
  • દોઢ વર્ષ અગાઉ સુરતના કિશોર પર અલગ અલગ સ્થળે બદકામ થયાની ફરિયાદ નોંધાઈ હતી

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને બે વર્ષ પહેલાં વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પાર્ષદ તરીકે રહેલા કિશોર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું હતું. જે અંગેનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જો કે, વડતાલ સહિત અલગ અલગ સ્થળે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપી સુવ્રતમુનીએ ધરપકડ સામે સ્ટે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે ગત 28મી જીનના રોજ હાઈકોર્ટે સ્ટે ઓર્ડરને વિથડ્રોલ કરી દીધો હોવાથી પીડિત કિશોરે આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી છે. જ્યારે આ અંગ ચકલાસી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુવ્રતમીની શોધખોળ આદરી દેવામાં આવી છે.

પીડિત યુવકે દોઢ વર્ષ અગાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
પીડિત યુવકે દોઢ વર્ષ અગાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસમાં ફરિયાદ કરી હતી
કિશોરે વડતાલમાં દોઢ બે વર્ષ અગાઉ બેથી ત્રણ મહિના સુધીએ સેવા કરી હતી. ત્યારબાદ જે સ્વામી સાથે રહેતો હતો, તે સ્વામી દ્વારા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. સુવ્રતમુનિ દ્વારા તેને રૂમમાં લઇ જઇ ને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. અંદાજે એકથી બે મહિના સુધી તેની સાથે આ પ્રકારની ઘટના બની હતી. માત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નહીં પરંતુ જ્યારે તેને ઋષિકેશ લઈ ગયા હતા ત્યાં પણ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરી હતી.

યુવકના સંબંધીઓએ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી માગ કરી છે.
યુવકના સંબંધીઓએ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી માગ કરી છે.

કિશોરને ધમકી અપાતી હતી
સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય અંગે કિશોરે જે તે વખતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવ સ્વામી તેમજ આસિસ્ટન્ટ કોઠારી સંત વલ્લભ સ્વામીને જાણ કરી હતી. પરંતુ તેમણે પણ મદદ કરી નહીં. તેમના દ્વારા ધમકી આપવામાં આવી કે, જો તું આ અંગે કોઇને પણ વાત કરશે તો તારી અને તારા પરિવારની સેફ્ટી રહેશે નહીં. તેમના દ્વારા આરોપી સુવ્રતમુનિને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. એટલું જ નહીં તેમના કહેવા પ્રમાણે તેમણે કહ્યું હતું કે, તારે અમારી પણ આ જ રીતે સેવા કરવી પડશે તેમ કિશોરે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદમાં દેવ સ્વામી(ફાઈલ તસવીર) પણ આરોપી તરીકે છે.
પોલીસ ફરિયાદમાં દેવ સ્વામી(ફાઈલ તસવીર) પણ આરોપી તરીકે છે.

સ્ટે ઓર્ડર વિથડ્રોલ થયો
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનનાર કિશોરે સમગ્ર ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ દોઢ વર્ષ પહેલા વડતાલના ચકલાસી પોલીસ સ્ટેશનમા સુવ્રતમુનિ તેમજ તેને મદદ કરનાર ચેરમેન દેવ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી સ્વામી દ્વારા હાઇકોર્ટમાં જઈને તેમની ધરપકડ ન થાય તેના માટે સ્ટે ઓર્ડર લઇ આવ્યા હતાં. 28 જૂનના દિવસે હાઈકોર્ટે તેમનો સ્ટે ઓર્ડરને વિથડ્રોલ કરી દીધો છે. ભોગ બનનાર કિશોરએ માંગ કરી છે કે,દોષિત સ્વામીઓ સામે પગલાં લેવાય અને તેમની ઝડપથી ધરપકડ કરવામાં આવે.

કિશોરની ફરિયાદમાં સંત વલ્લભ સ્વામી(ફાઈલ તસવીર) પણ આરોપી તરીકે છે.
કિશોરની ફરિયાદમાં સંત વલ્લભ સ્વામી(ફાઈલ તસવીર) પણ આરોપી તરીકે છે.

સમગ્ર મામલે તપાસ કરાશે-પોલીસ
આ અંગે ચકલાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીગર પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર કેસના આરોપી સુવ્રતમુની સ્વામી પોલીસ પક્કડથી દૂર છે. તેમની શોધખોળ આદરી તેમના નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે બાદ તપાસ કરતા સમગ્ર મામલે તથ્ય શું છે તે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...