આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ નાના વરાછા ખાતે મહારાણા પ્રતાપ સરકારી શાળા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આક્ષેપ કરાયા હતા કે વરાછા વિસ્તારની 7 શાળાના પ્રિન્સિપાલને શિક્ષણ સમિતિ ખાતે બપોર બાદ બોલાવવામાં આવ્યા હતા અને ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓના બાળકો તેમજ ભાજપના નેતાની ભલામણ આવે તો બાળકને એડમિશન આપી દેવું સાથે સાથે જે તે સમયે પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા હતા. તે સમયે શિક્ષણ સમિતિના સભ્યને બહાર બેસાડવામાં આવ્યા હતા અને આખી વાતથી અજાણ રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
પ્રવેશ સરળતા અને પારદર્શક રીતે મળે તેવી માગ
નાના વરાછા ખાતે આપના શિક્ષણ સમિતિના સભ્યોએ આરટીઈ મુજબ ડ્રો કરી વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માગ કરી હતી. જેથી કોઈ પણ બાળક સાથે અન્યાય ન થાય અને સૌ કોઈના બાળકો શાળામાં અભ્યાસ કરી શકે. મહારાણા પ્રતાપ સ્કૂલ, પ્રમુખસ્વામી સ્કૂલ, સ્વામી શ્રી હરિપ્રસાદ શાળા, ઈશ્વર પેટલીકર, મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી, નરસિંહ મહેતા જેવી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ સરળતાથી મળે અને પારદર્શક રીતે મળે તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીના સભ્ય કરી રહ્યા છે.
આ એક સત્તાનો દુરઉપયોગ છે
રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ અને આરટીઈના કાયદાએ લોકોને અધિકાર આપ્યા છે કે કોઈ પણ સરકારી શાળામાં એડમિશન લઇ શકે આ તેનો અધિકાર છે. ગતરોજ શિક્ષણ સમિતિની કચેરીમાં વરાછાની 7 શાળાના આચાર્યને બોલાવીને ભાજપના નેતા અને કાર્યકર્તાઓના દીકરાઓને એડમીશનમાં પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે. જેને લઈને આ અંગે અમે વિરોધ કરી રહ્યા છે. આ એક સત્તાનો દુરઉપયોગ છે. શિક્ષણમાં રાજકારણ થવું જોઈએ નહી. શિક્ષકો પર કોઈ પણ રાજકીય દબાણ આપવું જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.