નર્મદ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પહેલા વર્ષની પ્રવેશ કાર્યવાહી 23 ઓગસ્ટથી શરૂ થશે. જોકે, આ વખતે અંડર ગ્રેજ્યુએટના એકથી ચાર સેમેસ્ટરના 50 ટકા અને પાંચમાં સેમેસ્ટરના 50 ટકા માર્ક્સને ધ્યાને રાખી પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
ઘર નજીકની કોલેજો કે સ્કૂલોમાં જઇને રૂ.50 ફી આપી ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરતી સમયે વિદ્યાર્થીઓએ રૂ.150 નેટ બેકિંગ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. કોઇ વિદ્યાર્થી કોઇ સેમેસ્ટર કે વર્ષમાં નાપાસ હોય તો પછી તેણે મેળવેલ માર્ક્સ લખવાના રહેશે. જેટલી પણ ટ્રાયલ આપી હોય તે તમામ માર્કશીટ પીડીએફ બનાવી અપલોડ કરવાની રહેશે.
વીએનએસજીયુના વિદ્યાર્થીઓને મેરીટ માર્ક્સ 60 સુધી પ્રવેશ ફાળવ્યા બાદ બચેલી બેઠકોની 20 ટકા કે કુલ બેઠકના પાંચ ટકા બે પૈકી જે ઓછી હોય તે બેઠકો પર અન્ય યુનિવર્સિટીના 60 કરતા વધુ મેરીટ માર્ક્સ ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટના 53 કોર્સની રેગ્યુલ બેઠક 6856, હાયર પેમેન્ટની બેઠક 2180, સેલ્ફ ફાયનાન્સની 3770 એમ કુલ 12,241 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.