શિક્ષણ:30મી સુધીમાં ધો.12ની માર્કશીટ, ફી જમા ન થાય તો પ્રવેશ રદ કરાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીકોમ, બીએ, બીએસસી અંડર ગ્રેજ્યુએટની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ તાકીદ કરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ, બીએસસી અંડર ગ્રેજ્યુએટની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ 30 નવેમ્બર સુધીમાં ધો. 12ની માર્કશીટ સાથે ફી જમા નહીં કરાવશે તો પ્રિન્સિપાલ પ્રવેશ કેન્સલ કરશે. યુનિવર્સિટીએ બુધવારે અંડર ગ્રેજ્યુએટની કોલેજોના પ્રિન્સિપાલોને પરિપત્ર મોકલી આપ્યો છે. જેમાં લખાયું છે કે જે પણ કોલેજોમાં મેરીટ લીસ્ટ પૂર્ણ થયું નથી એવી કોલેજો મેરીટ આગળ ચલવી ઓનલાઇન પ્રવેશ આપી શકશે. તે સાથે વિદ્યાર્થીઓ મેરીટ ધરાવતો હોય અને રાઉન્ડ ચાલતો હતો તે સમયે હાજર રહ્યો ના હોય તો તે વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ આપી શકાશે.

કોઈ પણ કોલેજનું મેરીટ લીસ્ટ પૂર્ણ થઈ ગયું હોય અને બેઠકો ખાલી પડી હોય તો પછી આવી કોલેજો પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ અાપી શકશે. કોલેજોએ પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી આગામી 30 નવેમ્બર, 2021 સુધીમાં ધો.12ની માર્કશીટ અને ફી લઇ લેવાની રહેશે.

જો વિદ્યાર્થી જમા નહીં કરાવે તો પછી કોલેજોના પ્રિન્સિપાલ પ્રવેશ રદ કરી શકશે. જો કે, કોઈ વિદ્યાર્થી સંજોગવસાત લેખિતમાં વ્યાજબી કારણ જણાવશે તો કોલેજોના પ્રિન્સિપાલો પ્રવેશ રદ કરી શકશે નહીં. અંડર ગ્રેજ્યુએટની કોલેજોએ 30 નવેમ્બર, 2021 સુધીમાં ઓનલાઇન અને ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પણે પૂર્ણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...