તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટીમાં હવે સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી પ્રવેશ, ધો.10ની માર્કશીટથી સ્નાતકનું ફોર્મ ભરી શકાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પ્રવેશના કાઉન્સેલિંગ માટે વિદ્યાર્થી ઘર નજીક કોલેજ-સ્કૂલ પસંદ કરી શકશે

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટની કોલેજો સાથે ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી પ્રવેશ અપાશે. આ માટેનું મેરીટ લિસ્ટ કેટેગરી અને બોર્ડના આધારે બનશે. આ વખતે પ્રોવિઝનલ એડમિશન અંડર ગ્રેજ્યુએટમાં ધોરણ-10ની માર્કશીટના બેઠક નંબરના આધારે અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અંડર ગ્રેજ્યુએટની સેમેસ્ટર છની હોલ ટિકિટના નંબર કે પછી એસપીઆઇડીના આધાર પર અપાશે. તદઉપરાંત ઓનલાઇન એડમિશનના કાઉન્સેલિંગ માટે વિદ્યાર્થીઓને ઘર નજીકની કોલેજ કે પછી સ્કૂલનો વિકલ્પ અપાશે.

બુધવારે યોજાયેલી યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં સ્નાતક અને અનુસ્નાતકની પ્રવેશ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. એડમિશનનું નોટિફિકેશન ઇમેલ અને ડેશ બોર્ડથી મળશે.પખવાડીયે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની સાથે કોલેજ બદલી શકશે. ખાનગી કોલેજોની સીટ વધારી સ્ટાફ વધારવા પણ તાકીદ કરાઈ છે.

યુનિવર્સિટીની મુલતવી રખાયેલી ઓનલાઇન પરીક્ષા 26 જૂનથી, 4 દિવસમાં ખામી દૂર કરાશે
વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના સોફ્ટવેર અને એપ્લિકેશનમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા મોક ટેસ્ટની સાથે પરીક્ષા મોકૂક કરવાની ફરજ પડી હતી. તેવામાં જ યુનિવર્સિટીએ ઓનલાઇન મોક ટેસ્ટની સાથે પરીક્ષાનું નવું ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં પહેલી મોક ટેસ્ટ 22 જૂનથી અને બીજી મોક ટેસ્ટ 24 જૂનથી તેમજ પરીક્ષા 26 જૂનથી શરૂ થનારી છે.

​​​​​​​યુનિવર્સિટીના અધિકારી સૂત્રએ કહ્યું કે, ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીને અમે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર અને મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ નહીં થવી, લોગીન થતા જ એરર આવવી, પરીક્ષા એક કલાક પહેલા શરૂ થવી અને ફોન્ટ જેવા ટેક્નિકલ પ્રોબ્લેમ સુધારવા આદેશ કર્યો છે. અાગામી ત્રણથી ચાર દિવસમાં ટેક્નિકલ પ્રોબ્લેમ સુધારી દેવાશે. વર્ષ 2019 પહેલા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ કોલેજમાં ફોન નંબર અને ઇમેલ અપડેટ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...