સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પાંચ ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ આપવા મામલે આજે જાહેરાત થઈ શકે છે. સોમવારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની મેનેજિંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં પહેલાં વર્ષની પ્રવેશ કાર્યવાહી મામલે ચર્ચાઓ થઈ હતી.
પ્રવેશ મુદ્દે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન ભરત શાહે જણાવ્યું હતું કે પાંચ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશનો જે પ્રશ્ન ઊભો થયો છે એનો તાકિદે નિકારણ આવવું ખૂબ જ જરૂરી છે. સરકારે પણ સોસાયટીને બાંહેધરી આપી છે કે, થોડા સમયમાં તમામ બાબતોનો ખુલાસો કરવામાં આવશે. આ સંદર્ભમાં એવા ઘણાં પ્રશ્નો કાયદાકીય રીતે અને વિચારવા લાયક છે.
ભાવિષ્યમાં કોઇ પણ તકલીફ નહીં આવે તે માટે સરકાર પાસે પણ સ્પષ્ટીકરણ મેળવવું ખૂબ જ જરૂરી છે. મિટિંગમાં ભારે ચર્ચા થયા બાદ મંગળવારે જે પણ ટીકા ટિપ્પાણીઓ આવે છે, એના ખુલાસા થશે. તેમણે જણાવ્યું હતું કે સોસાયટીએ ગુણવત્તાયુક્ત અને સસ્તું શિક્ષણનો સિદ્ધાંત ચાલુ રાખશે. સોસાયટી ફેક્ટ એન્ડ ફિગર સાથે પોતાની પોઝિશન ક્લિયર કરશે.
તેમણે જણાવ્યું હતું ગ્રાન્ટ ચાલુ રહેશે, નવી ભરતી પણ સરકાર તરફથી થશે તો આ ફીમાં વિદ્યાર્થીઓને ભણાવી શકાશે. જો ગ્રાન્ટ બંધ કરાશે તો સાર્વજનિક યુનિવર્સિટી ટકી શકે જ નહીં. અને વિદ્યાર્થીઓ પાસે સ્વનિર્ભરની ફી લેવી પડે. આ બધા પ્રશ્નોના સરકાર પાસેથી ખુલાસા મંગાયા છે.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિનો વિરોધ
વીએનએસજીયુએ શિક્ષણ વિભાગના આદેશથી 9 ગ્રાન્ટેડ કોલેજના જોડાણ રદ કરીને ખાનગી યુનિવર્સિટીને સોંપવા મામલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સોમવારે યુનિવર્સિટીમાં થાળી-ચમચી વગાડીને વિરોધ કર્યો હતો. 9 ગ્રાન્ટેડ કોલેજનું જોડાણ વીએ્નએસજીયુ સાથે યથાવત રાખી પહેલાં વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કુલપતિ ડો.કે.એન. ચાવડાને કરી હતી. ગુજરાત છાત્રા યુવા સંઘર્ષ સમિતિના જોઇન્ટ સેક્રેટરી કિશન ઘોરીએ જણાવ્યું હતું કે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે વહેલી તકે પગલા લેવાની માંગ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.