એજયુકેશન:LLB પ્રથમ વર્ષમાં એટીકેટી ધરાવતા છાત્રોને થર્ડમાં પ્રવેશ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂની એટીકેટી સોલ્વ કરવાની શરતે પ્રવેશ

નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયમાં હવે એલ.એલ.બી.માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે, છાત્રોને પાછલા વર્ષમાં જે એટીકેટી હોય તે પાસ કરવાની રહેશે.

યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજના એટીકેટીના વિદ્યાર્થીઓને બીજા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા માટે સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને રજૂઆત કરી હતી. 7મી ડિસેમ્બરે મળેલી કાનૂની વિદ્યાશાખાના ડીન અને યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજના આચાર્યની મળેલી બેઠકમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રથમ વર્ષ એલ.એલ.બી.માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ વર્ષ 2020-21ના બીજા વર્ષના ત્રીજા અથવા ચોથા સેમેસ્ટરમાં, ત્રીજા વર્ષના પાંચમાં અથવા છઠ્ઠા સેમેસ્ટરમાં પ્રવેશ અગાઉના સેમેસ્ટરની પરીક્ષા પાસ કરવાની શરતે આપવા સમિતિ ભલામણ કરી છે. આ ભલામણને એકેડેમિક કાઉન્સિલમાં ગ્રાહ્ય રખાઈ હતી. એટીકેટીના વિદ્યાર્થીઓએ જે કોલેજમાં એલ.એલ.બી.નો અંતિમ અભ્યાસ કર્યો હોય, તે કોલેજમાં પ્રવેશ માટે તારીખ 19મી ડિસેમ્બર,2020 સુધીમાં હાજર થઈ ભાગ-2 અથવા 3માં પ્રવેશની કાર્યવાહી પુર્ણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...