આરટીઇ અંતર્ગત પહેલા રાઉન્ડમાં 7,013 બાળકોને પ્રવેશ ફાળવ્યા બાદ બીજા રાઉન્ડમાં 744 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. 23 મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ધો.1માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. તેવામાં જ શહેરની 919 ખાનગી સ્કૂલની 25% મુજબની 9 હજારથી વધુ બેઠક છે.
આરટીઇ માટે કુલ 30,224 અરજી આવી હતી. જેમાંથી 26,094 મંજૂર થઈ છે. જ્યારે 919 રિજેક્ટ અને 3,211 કેન્સલ થઈ હતી. પહેલા રાઉન્ડમાં 8737 બાળકોને એડમિશન અપાતા 8102 બાળકોનાે પ્રવેશ કન્ફર્મ થયો છે. જ્યારે 42 પ્રવેશ રદ થયા હતા. દરમિયાન જે પણ બાળકોને પહેલા રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી ન હતી.
તે બાળકોને બીજા રાઉન્ડમાં સ્કૂલની પુનઃપસંદગીની તક અપાઈ હતી. જેમાંથી 744 બાળકને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે. આરટીઇના બીજા રાઉન્ડમાં રાજ્યમાં 6334 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જેમાંથી ગુજરાતી માધ્યમના 717, અંગ્રેજી માધ્યમના 4706, હિન્દી માધ્યમના 1184 અને અન્ય માધ્યમના 108 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. 111967 બાળકોને શાળાની પુનઃ પસંદગીની તક આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.