સુરતમાં ભાસ્કરનું રિયાલિટી ચેક:વેક્સિન સર્ટિફિકેટ બીજાનું હોય તો પણ પ્રવેશ મળે છે, માત્ર મોદીનો ફોટો અને બારકોડ જ જોવામાં આવે છે!

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બીઆરટીએસના દિલ્હીગેટ ટર્મિનસ પર સ્કેનિંગ જ ન કરાયું - Divya Bhaskar
બીઆરટીએસના દિલ્હીગેટ ટર્મિનસ પર સ્કેનિંગ જ ન કરાયું
  • જાહેર સ્થળોએ વેક્સિન વગરનાને ‘પ્રવેશ નહીં’નો નિયમ તો બનાવ્યો પણ મોટાભાગના સ્થળોએ અમલના નામે મીંડુ
  • સર્ટિફિકેટ ન હોવાથી એકને સિટી બસમાંથી ઉતાર્યો પણ BRTSમાં મુસાફરી કરવા દેવાઈ
  • નિયમનો અમલ કરાવવા માટે તંત્ર પાંગળું, ચેકિંગ માટે માણસો નથી અને વ્યવસ્થા પણ નથી

શહેરમાં ગાર્ડન, સિટી બસ-બીઆરટીએસ, પાલિકાની કચેરી સહિતના જાહેર સ્થળોએ વેકિસન વગરનાને પ્રવેશ નહીં આપવાનો નિયમ સોમવારથી અમલી બનાવવામાં આવ્યો છે. પ્રથમ દિવસે હોંશે હોંશે મોટા ભાગના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. મંગળવારે દિવ્ય ભાસ્કરે તમામ સ્થળોએ રિયાલીટી ચેક કર્યું હતુ જેમાં સંખ્યાબંધ જાહેર સ્થળોએ વેકિસન સર્ટીફિકેટ બીજાનું હોય તો પણ પ્રવેશ આપી દેવાામાં આવતો હતો.

સર્ટીફિકેટમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને બારકોટ જ જોવામાં આવતું હતું. ખરેખર વેકસિન સર્ટિ જેણે રજૂ કર્યું તેનું પોતાનું હતું કે અન્ય કોઈનું તે જોવાની દરકાર લેવામાં આવી ન હતી. કેટલાક સ્થળોએ તો ચેકિંગ જ ન હતુ અને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પાલિકાએ નિયમ બનાવ્યો છે પણ વેકિસન લેવી એ લોકોની પણ નૈતિક જવાબદારી છે.

બીઆરટીએસના દિલ્હીગેટ ટર્મિનસ પર સ્કેનિંગ જ ન કરાયું
પાલિકા કમિશનરે ‘પહેલા વેક્સિન પછી જ ટિકીટ’ના આદેશ કર્યા પણ બીઆરટીએસ-સિટી બસમાં નિયમોનું ઉલ્લંઘન થાય છે. દિલ્લીગેટ મુખ્ય ટર્મિનસના કાઉન્ટર પરથી જહાંગીરપુરા જવા ટિકીટ લીધી પણ વેક્સિન અંગે કોઇ સ્કેનિંગ કર્યું ન હતું.

ગાંધી ગાર્ડન પર કોઈ ચેકિંગ નહીં
ગાંધી ગાર્ડન પર કોઈ ચેકિંગ નહીં

ચોકબજાર ગાંધી બાગમાં મોર્નિંગ વોક તેમજ હરવા-ફરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. જોકે જાહેરાત પ્રમાણે મુખ્ય ગેટ ઉપરથી પ્રવેશ લેનાર લોકોએ વેક્સિન લીધી છે કે નહીં? તે જાણવા માટે એક પણ કર્મી તૈનાત રાખવામાં આવ્યાં ન હતાં.

એક બાજુ સર્ટી.ની તપાસ, પાછળથી બિન્ધાસ્ત પ્રવેશ
એક બાજુ સર્ટી.ની તપાસ, પાછળથી બિન્ધાસ્ત પ્રવેશ

લંબે હનુમાન રોડ સ્થિત પાલિકાના વરાછા ઝોન-એ અને બીના સંયુક્ત વહીવટી ભવનમાં સર્ટિ ચકાસવા માર્શલ તૈનાત હતા પણ ગેટ પર લોકો સામેથી સર્ટિ બતાવે તો ચેક કરતા હતા અને પાછળથી બિન્ધાસ્ત લોકો પ્રવેશતા હતા.

ચોકબજારમાં કન્ડક્ટરે મુસાફરને ઉતાર્યો
ચોકબજારમાં કન્ડક્ટરે મુસાફરને ઉતાર્યો

ચોકબજારથી સ્ટેશન જતી સિટી બસ નં-જીજે-05-BX-2082માં કન્ડક્ટરે વેક્સિન સર્ટિ વિનાના મુસાફરોને ઉતારી દીધાં હતાં. જોકે તે બસમાંથી ઉતરતા જ પાછળ ઊભેલી બસ નં- જીજે-05-BX-2591માં સર્ટિ વિના પ્રવેશ મેળવ્યો હતો.

ચોપાટી ગાર્ડનમાં બીજાનું સર્ટિ બતાવી પ્રવેશ અઠવાગેટના ચોપાટી ગાર્ડનમાં વેક્સિન સર્ટિ. વેરિફાઇની જવાબદારી ગાર્ડને સોંપાઇ હતી. ગાર્ડ માત્ર સર્ટિમાં ફોટો જોઇ ખરાઇ વિના પ્રવેશ આપી રહ્યાં હતાં. બીજાનું સર્ટિ બતાવી પણ પ્રવેશ મેળવી શકાતો હતો.