પ્રવેશ:કોલેજમાં પ્રવેશ વંચિતો માટે આજથી એડમિશન

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ. સંચાલિત કોલેજ સિવાયની સંસ્થાઓમાં મેરિટ મુજબ ત્રણ દિવસ સુધી પ્રવેશ અપાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના અંગ્રેજી અને હિન્દી સિવાયના વિવિધ ભવનો તેમજ યુનિ. સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજ, એમ.જે. કોલેજ ઓફ કોમર્સ અને સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને બાદ કરતા યુનિ. સંલગ્ન અન્ય કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ તેમજ વિવિધ ડિપ્લોમામાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની એક અંતિમ તક કુલપતિ દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તા.7 ઓક્ટોબર, 8 ઓક્ટોબર અને તા.9 ઓક્ટોબર, એમ ત્રણ દિવસ દરમિયાન સ્નાતક, અનુ્સ્નાતક અને ડિપ્લોમાની (યુનિ. સંચાલિત કોલેજો અને ભવનો સિવાય) સંસ્થાઓમાં ખાલી રહેલી બેઠકો ઉપર મેરિટના આધારે વહેલો તે પહેલાના ધોરણે જે તે સંસ્થા દ્વારા આ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશ કાર્ય કરવામાં આવશે. આ દિવસો દરમિયાન પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થાના વડાનો સંપર્ક કરવાનો રહેશે. જે તે સંસ્થા દ્વારા જગ્યા ભરાઇ જતા પ્રવેશ પ્રક્રિયા બંધ કરેલી જાહેર કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવા કુલસચિવે જણાવ્યું છે. આમ કોલેજોમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને એડમિશનની આખરી તક અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...