નિર્ણય:PhD- MPhilના એડમિશન ફોર્મ 30 સપ્ટે. સુધી ભરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટ સભ્યોની રજૂઆતને પગલે નિર્ણય

કોરોનાના કહેરને જોતા યુનિવર્સિટીએ પીએચડી અને એમફીલના ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે. જે મુજબ 30 સપ્ટેમ્બર સુધી પીએચડી અને એમફીલના ઓનલાઇન એડમિશન ફોર્મ ભરી શકાશે. મુદતમાં વધારો કરવા માટે સેનેટ સભ્ય ડો. કશ્યપ ખરચીયા, ડો. ભાવેશ રબારી અને કનુ ભરવાડ ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને લેખિતમાં રજૂઆત કરી હતી. સેનેટ સભ્ય ડો. ખરચીયા જણાવે છે કે, અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની બે પરીક્ષા વચ્ચે રજા આપતા પરીક્ષા લંબાય ગઈ છે.

જેને કારણે પરીક્ષા મોડે સુધી ચાલનારી છે. દરમિયાન પીએચડી અને એમફીલના ઓનલાઇન એડમિશનના ફોર્મ ભરવાની મુદત 30 ઓગસ્ટે પૂર્ણ થતી હોવાથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો. જેથી તેની મુદતમાં વધારો કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. તે સાથે સેનેટ સભ્ય કનુ ભરવાડે જણાવે છે કે આ વખતે ઓનલાઇન ફોર્મ ભરતી સમયે ડોક્યુમેન્ટ અપલોડ નહીં થવા સહિતના અનેક ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાથી કાસ્ટ સર્ટિફિકેટ નહીં આવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...