દુર્ઘટના:કતારગામમાં સાઇકલ પર જતા ધો.12ના વિદ્યાર્થીને BRTS બસે અડફેટે લીધો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સચિન યાદવ. - Divya Bhaskar
ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સચિન યાદવ.
  • વેકેશનમાં સુરત આવેલો અયોધ્યાનો સચિન ફરવા નીકળ્યો હતો

કતારગામમાં સાઇકલ પર જઇ રહેલા ધો.12ના વિદ્યાર્થીને બેફામ ‌ ‌ BRTS બસના ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને બસ ચાલક સામે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. યુપી અયોધ્યાનો વતની 18 વર્ષીય સચિન દુધલૂલાલ યાદવ વતનમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. હાલ વેકેશન હોવાથી 5 દિવસ પહેલા તે કોસાડ આવાસમાં રહેતા ભાઈને મળવા માટે સુરત આવ્યો હતો.

બુધવારે સવારે સચિન ઘરેથી સાઇકલ લઈ ફરવા નીકળ્યો હતો. સચિન કતારગામ ગજેરા સર્કલ પાસે BRTS બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો. ત્યારે પુરઝડપે આવતા બીઆરટીએસ બસના ડ્રાઈવરે પાછળથી તેને અડફેટમાં લઈ લીધો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને દાખલ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી છે. બનાવની જાણ થતા કતારગામ પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે બસ ડ્રાઈવર વિરૂધ્ધ સચિનની ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...