તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Addressing The Election Campaign Meeting Of Surat Municipality, The BJP Leader Slip His Tongue And Identified Himself As The Tapori Of The Congress Candidate.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાણીવિલાસ:સુરત પાલિકાની ચૂંટણીના પ્રચાર સભાને સંબોધતા ભાજપના નેતાની જીભ લપસી, કોંગ્રેસના ઉમેદવારની ટપોરી તરીકેની ઓળખ આપી

સુરત23 દિવસ પહેલા
ભાજપ નેતાએ કોંગ્રેસના ઉમેદવારને જાહેર સભામાં જ ટપોરી ગણાવીને મત માંગ્યા હતાં.
  • કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જીત્યા બાદ અસામાજિક પ્રવૃતિ ફેલાવાતી હોવાના આક્ષેપો કરાયા
  • અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયામાં કહ્યું કે, મારે ગંદકી નથી ઠાલવવી લોકો જ જવાબ આપશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે નેતાઓ પણ પોતાની જીત માટે વિરોધી પક્ષના નેતાઓને નીચા બતાવવા માટે અલફેલ વાણીવિલાસ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 19ના આંજણા- ડુંભાલના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ચોમાલનો વાણીવિલાસ સામે આવ્યો છે, તેમણે પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને ટપોરી ગણાવ્યા હતા. એકત્રિત થયેલા લોકોને વિજય ચોમાલ ભાન ભૂલીને અસલમ સાયકલ વાળાની ઓળખ ટપોરી તરીકે આપી હતી.બીજી તરફ અસલમ સાયકલવાલાએ કહ્યું કે, મારે ભાન ભૂલેલા નેતાને કંઈ જ કહેવું નથી હારના ડરથી ગંદકી ઉછાળે છે પરંતુ લોકો જ સાચો જવાબ આપશે કે હું કેવો છું. મારા પાંચ વર્ષના કામ કેવા રહ્યાં છે.

વિજય ચોમાલ(ફાઈલ તસવીર)એ કોંગ્રેસના નેતા વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી.
વિજય ચોમાલ(ફાઈલ તસવીર)એ કોંગ્રેસના નેતા વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી.

સભાને સંબોધતા ગંભીર આક્ષેપ કર્યા
પૂર્વ કોર્પોરેટર વિજય ચોમાલે કહ્યું કે, કોંગ્રેસના અસલમ સાયકલવાલા જીત્યા બાદ પાંચ વર્ષ દરમિયાન આંજણા ડુંભાલ વિસ્તારમાં એક ચોક્કસ વર્ગના લોકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની બુમરાણ સ્થાનિક લોકો દ્વારા પણ વારંવાર મચાવવામાં આવે છે. આ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વો મહિલાઓની છેડતી કરવી સ્કૂલે જતી વિદ્યાર્થીઓની રસ્તામાં છેડતી કરવી અથવા રાહદારીઓના મોબાઇલ ચોરી કરવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. આ પ્રકારની ઘટના એક અમૂક ચોક્કસ વર્ગના યુવાનો જ કરી રહ્યા છે.આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને આવા અસામાજીક તત્વોને પ્રોત્સાહન આપતા હોવાની વાત કરી હતી.

કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા(ફાઈલ તસવીર)એ કહ્યું કે, ભાજપીઓ હાર ભાળી જતા એલફેલ બોલે છે.
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા(ફાઈલ તસવીર)એ કહ્યું કે, ભાજપીઓ હાર ભાળી જતા એલફેલ બોલે છે.

હાર ભાળી ગયેલા નેતાઓ આવા નિવેદનો આપે-અસલમ
અસલમ સાયકલવાલાએ પ્રતિક્રિયા આપી કે, હું અસામાજિક તત્વ છું કે ટપોરી છું તેનો જવાબ મારા મત વિસ્તારની પ્રજા આપશે. આવા વાણીવિલાસ કરતા કોર્પોરેટરોને ભગવાન સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું. વિજય ચોમલ પોતાની હાર સમજી ગયા હોવાથી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.બાકી મારા પાંચ વર્ષના કામ લોકો જાણે છે અને તેના આધારે જ મને મત આપશે.

જંગ જામતા શાબ્દિક પ્રહારો
અસલમ સાયકલવાલા ગત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજય થયા હતા. બીજી તરફ વિજય ચોમલ પણ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી વિજય થયા હતાં. આ બંને ઉમેદવારો કટ્ટર પ્રતિસ્પર્ધી સ્પર્ધક હોવાનું લોકો પણ જાણે છે, બંન્ને વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે ત્યારે વિજય ચોમાલએ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાળા સામે શાબ્દિક પ્રહાર કરવાના શરૂ કર્યા છે.

રાજકીય માહોલ ગરમાયો
વોર્ડ નંબર 19માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. જેથી ઉમેદવારો જીતવા માટે એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરવાની કોઈ તક ચૂકતા નથી. અસલમ સાયકલ વાલાને ટપોરી કહેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. વિજય ચૌમાલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આંજણા-ડુંભાલ વિસ્તારમાં અસલમ સાયકલ વાળા જેવા કોર્પોરેટર અને કારણે અસામાજીક તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો