વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ ભવ્ય જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. દેશભરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સુરતના વિસ્તારમાં યોગીની હાજરીમાં જંગી સભાનું આયોજન કરાયું હતું.જેમાં યોગી આદિત્યનાથે આપનું નામ લીધા વગર પ્રહાર કરતાં કહ્યું કે, પોતાને જાદુગર ગણાવનારાને ખબર નથી કે તેમના રસ્તામાં સ્પીડ બ્રેકર પણ આવશે.
સુરત આર્થિક રાજધાની
સુરત શહેર ઇન્ડસ્ટ્રીને લઈને ખૂબ જાણીતું છે. ઉત્તર પ્રદેશ શહેરના અલગ અલગ રાજ્યમાં સુરતના કપડાને લોકો પસંદ કરે છે. હવે સુરત શહેર ડાયમંડ પોલિસીંગ પણ બની ગયું છે. સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર છે. ત્યારે શહેરની પાલિકામાં, રાજ્યમાં અને કેન્દ્રમાં પણ સરકાર હોવાથી ખૂબ ફાયદો શહેરને થઈ રહ્યો હોવાનું યોગીએ કહ્યું હતું.
ત્રિપલ એન્જિનથી બુલેટ વિકાસ
ગુજરાતમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની છે. નરેન્દ્ર મોદી જેવા વૈશ્વિક નેતા તેનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. આ ત્રિપલ એન્જિનની સરકારને કારણે બુલેટ ટ્રેનની ઝડપે સુરત અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં અહીં સર્વાંગી વિકાસ થયો છે .
હિન્દુ દેવસ્થાનોનો વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોની આસ્થાને કેન્દ્રમાં રાખીને ઉજ્જૈન હોય કેદારનાથ હોય કે, સોમનાથ હોય તમામ દેવનગરીઓને વિકાસના પથ પર આગળ વધારી છે. ઉજ્જૈન શહેરને મહાલોકનો દરજ્જો અપાય તેવા પ્રકારનો વિકાસ કર્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરનો ખૂબ વિકાસ કર્યો છે. આ તમામ બાબતો તેમની કારણે શક્ય બની છે.
પોતાને જાદુગર ગણાવતા સ્પીડ બ્રેકર આવશે
યોગી આદિત્યનાથે કેજરીવાલનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો કે, તેઓ પોતાને જાદુગર ગણાવી રહ્યા છે. પરંતુ આવા જાદુગરો માત્ર સ્પીડ બ્રેકરનું જ કામ કરે છે. ગુજરાતની પ્રજા સતર્ક રહેજો. આવા જાદુગરોને ઓળખી લેવાની જરૂર છે. તેમણે પરોક્ષ રીતે અરવિંદ કેજરીવાલ વીજળી આપવાની વાતને લઈને પોતાને જાદુગર ગણાવવાનો કહેતા હોવાની વાત નહીં થાકી તેમને સ્પીડ બ્રેકર આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.