મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 3 ટ્રેનોમાં વધારાના કાયમી કોચ ઉમેરશે. સુરત-મહુવા એક્સપ્રેસમાં 2 સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ તથા અમદાવાદ-વલસાડ એક્સપ્રેસમાં વધારાનો એસી ચેર કાર કોચ ઉમેરાયા છે. રાજકોટ - રીવા એક્સપ્રેસમાં રાજકોટથી એસી 2-ટાયર કોચ અને એસી 3-ટાયર કોચ ઉમેરાશે. ટ્રેનોમાં વધારાના કોચ જોડવાથી વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે માંગને ધ્યાને રાખી ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડાતા રહે છે. જેમાં હંગામી કે કાયમી ધોરણે કોચ જોડવામાં આવતા રહે છે.
વલસાડ-વિરમગામ અને મુંબઈ-અમદાવાદ પેસેન્જર ટ્રેન ફરી રાબેતા મુજબ કરવા માંગ
રેલવેએ બંધ કરી દીધેલી વલસાડ-વિરમગામ અને મુંબઈ-અમદાવાદ પેસેન્જર ટ્રેન ફરી શરુ કરવા મુસાફરોની માંગ છે. હજારો નોકરી-ધંધાર્થીઓને હાલમાં બારે હાલાકી છે. ઘણા લોકો રોડ માર્ગે જતાં રોજનો આર્થિક ફટકો પડી રહ્યો છે. જેથી આ બંને ટ્રેનો ફરી શરુ કરવામાં આવે એવી માંગ છે.
સમર સ્પેશિયલનાં ભાડાં 15થી 20% વધુ
રેલવેએ શરૂ કરેલી સમર સ્પેશ્યલ ટ્રેનોનાં ભાડાં સામાન્ય ટ્રેનો કરતા 15થી 20 ટકા વધારે રાખવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત, ગોવા માટે સમર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. પરંતુ સૌથી વધુ ભીડ ઉત્તર પ્રદેશ અને બિહાર માટે હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઉધના જલગાંવ-ઈટારસી રૂટ પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.