બોટાદમાં લઠ્ઠાકાંડ થયા બાદ સુરત રેન્જ આઈજી પણ એક્શનમાં આવી ગયા છે. દક્ષિણ ગુજરાતએ કેમિકલનું હબ ગણાય છે. જે રીતે સમગ્ર લઠ્ઠાકાંડની અંદર મિથેનોલના વપરાશની વાત સામે આવતાની સાથે જ કેમિકલ માફિયા ઉપર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. સુરત રેન્જ અજીત દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે.મિથેનોલને લઈને બે દિવસમાં SOP જાહેર કરશે.
વિશેષ તકેદારી રાખવાના આદેશો આપ્યા
સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડીયન દ્વારા એક્સાઇઝ ઉચ્ચ અધિકારીઓ ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને ઉદ્યોગમાં વપરાતો મિથેનોલ કેમિકલના વેપારીઓ સાથે મિટિંગ કરી છે. આ મિટિંગમાં દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડના એસપી તેમજ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
કેમિકલોનો ખોટો ઉપયોગ કરી ન શકે તે માટે એસઓપી
રેન્જ આઈ.જી રાજકુમાર પાંડીયને જણાવ્યું કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. તેમાં મિથેનોલ જેવા કેમિકલનો ઉપયોગ ખોટી રીતે કરવામાં ન આવે તેના ઉપર ખાસ તકેદારી રાખવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમારા વિસ્તારના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે તેમની સાથે બેઠક કરીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ બાબતે બે દિવસમાં એસઓપી બહાર પાડીશું. જેથી કરીને આવા કેમિકલોનો ખોટો ઉપયોગ કરી ન શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.