RTEનો ભંગ:અડાજણની સંસ્કાર સમન્વયની બે સ્કૂલોની માન્યતા રદ કરાઇ, બેંકખાતાની માહિતી બોગસ, બે વર્ષથી ઓડિટ પણ કર્યું ન હતું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક નિયામકે અડાજણ પાલનપુર પાટિયાની સંસ્કાર સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટની ગુજરાતી માધ્યમની ધોરણ 1થી 5ની સાથે શ્રી રામાનંદાચાર્ચ સંસ્કાર સરિતા વિદ્યાલય ગુજરાતી માધ્યમની ધોરણ 6થી 8ની માન્યતા રદ કરવાનો હુકમ કર્યો છે. ડીઇઓને ફરિયાદ મળતા તેમણે બંને સ્કૂલની તપાસ હાથ ધરતાં સ્કૂલની બિલ્ડિંગનો રદ થયા બાદનો નવો ભાડા કરાર રજૂ કર્યો ના હતો, મેદાનનો અભાવ, ટ્રસ્ટે બેંકખાતાની માહિતી બોગસ આપી હતી અને ટ્રસ્ટના પ્રમુખે સ્કૂલ બંધ કરવા લખેલો પત્ર પણ મૂકાયો હતો. RTEનો ભંગ કર્યો હતો. બે વર્ષથી ઇન્કમટેક્સ પણ ભરાયો ના હતો અને ઓડિટ પણ કર્યું ના હતું.

અન્ય સમાચારો પણ છે...