અડાજણમાં JNU-RM યોજનાના પાલિકા એ બનાવેલા આવાસ માત્ર 8 વર્ષમાં જ જર્જરિત થઇ ગયા છે. આવાસના પહેલા માળના સ્લેબના પોપડા પડતાં રહીશોમાં ગભરાટનો માહોલ છે. એલ.પી.સવાણી રોડ પર ચોર આંબલાની પાછળના ભાગમાં આવેલા આવાસ ડિમોલીશનમાં અસરગ્રસ્ત સ્લમ વિસ્તારના લોકોને ફાળવાયા હતા.
ઇજારદાર તિરૂપતિ કન્સ્ટ્રક્શને નિર્માણ કર્યું હતું. હાલમાં આવાસ જર્જરિત થતા પાલિકાની નોટિસ બાદ ઈજારદારે કામ શર્યું કર્યં ત્યાં જ શુક્રવારે ફરી પોપડા પડ્યા હતા. રહીશોના કહે છે, પાલિકા હપ્તા તો સમયસર લે છે, પણ અમે ભય હેઠળ જીવી રહ્યા છીએ. અાના કરતા તો ઝૂંપડપટ્ટી સારી હતી. પાલિકાના જણાવ્યા મુજબ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી રિપોર્ટ કરાવી નિર્ણય લેવામાં આવશે.
ભેસ્તાન આવાસનો રિપોર્ટ 10 મહિને પણ બાકી
ભેસ્તાનમાં સરસ્વતી આવાસ 5 વર્ષમાં જર્જરિત થઇ જતાં ભારે હોહાપોહ થયો હતો. 10 મહિના અગાઉ સમગ્ર મામલાની તપાસ કરવા કમિટી બનાવાઈ હતી. 30 દિવસમાં રિપોર્ટ કરવાનો હતો. જો કે, 3 મહિના પૂર્વ કમિશનરને રિપોર્ટ કરાયો હતો. જેમાં કોને જવાબદાર ઠેરવ્યા છે તે સંદર્ભે પાલિકા આજદિન સુધી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.