છેતરપિંડી:હોલસેલમાં સસ્તામાં મોબાઈલ ખરીદવામાં અડાજણના વેપારીએ 35 લાખ ગુમાવ્યા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના વેપારીને ઓર્ડરની સાથે પેમેન્ટ પણ ચૂકવી દેવાયું હતું
  • ફોન નહીં મોકલતા વેપારીએ રૂપિયા માંગતા મારી નાખવાની ધમકી આપી

અડાજણ બસ ડેપો હબ ટાઉનમાં રોયલ ટ્રેડર્સના નામે હોલસેલમાં મોબાઇલનો બિઝનેસ કરતાં વેપારીએ મુંબઈના વેપારી પાસેથી હોલસેલમાં મોબાઇલ ખરીદી કરવાના ચક્કરમાં 35.04 લાખ ગુમાવ્યા છે. ન્યુ રાંદેર રોડ ખાતે નિશાત સોસાયટીમાં રહેતા અને હોલસેલમાં મોબાઇલનો ધંધો કરતા વેપારી મુહમ્મદ શાહીદ મુહમ્મદ આરીફ ચોક્સીએ આ અંગેની રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મુંબઈ અંધેરીના આર.એમ.એન્ટરપ્રાઇઝના માલિક રૂપેશ સિંઘ સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

અગાઉ થયેલાં વ્યવહારના આધારે મુહમ્મદ શાહીદ ચોકસીએ મુંબઈના વેપારી પર વિશ્વાસ મુકી 16મી ડિસેમ્બરે 35.04 લાખનો મોબાઇલનો ઓર્ડર આપ્યો હતો. જેનુંું પેમેન્ટ વેપારીએ કરી દીધું હતું. એક-બે દિવસમાં મોબાઇલનો સ્ટોક આપવાની વાત કરી મુંબઈનો ગઠિયો ગલ્લા તલ્લા કરતો હતો. ખોટા વાયદા કરી ફોન કે માલના રૂપિયા ન આપી વેપારીને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વેપારીએ અગાઉ 8 લાખના ફોન મંગાવ્યા હતા
છેતરપિંડીનો ભોગ બનનાર વેપારી મુહમ્મદ શાહીદની પેઢીના મુંબઈના કર્મચારી મારફતે આરોપી રૂપેશસિંઘની ઓળખાણ થઈ હતી. રૂપેશે સારી કવોલિટીના મોબાઇલ હોલસેલમાં આપવાની વાત કરતાં વેપારીએ ઓકટોબરમાં 8.32 લાખના ફોન મુંબઈથી મંગાવ્યા હતા. વેપારીએ તે વખતે પેમેન્ટ કરી દીધું અને ઓર્ડર પ્રમાણે મોબાઇલનો માલ પણ મળી ગયો હતો. વેપારીને વિશ્વાસમાં લેવા માટે મુંબઈના ઠગએ શરૂઆતમાં બે-ત્રણ ઓર્ડરના રૂપિયા લઈ મોબાઇલનો માલ સમયસર મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...