આપઘાત:સુરતમાં અડાજણના વેપારીનો 11મા માળેથી કૂદી આપઘાત, વેપારીએ મરતાં પહેલાં પોતાની જ તસવીર પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મોકલી હતી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાની જ તસવીર પર ઓમ શાંતિ લખી મિત્રોને મોકલી આપઘાત કરી લીધો. - Divya Bhaskar
પોતાની જ તસવીર પર ઓમ શાંતિ લખી મિત્રોને મોકલી આપઘાત કરી લીધો.
  • આપઘાત કરનાર વેપારી પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી ગયો હતો

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતાં મિત્રોને લાશ મળી હતી.

11 માળના નવનિર્મિત કોમ્પ્લેક્સ નીચેથી પારસની લાશ મળી.
11 માળના નવનિર્મિત કોમ્પ્લેક્સ નીચેથી પારસની લાશ મળી.

નવનિર્મિત કોમ્પ્લેક્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું
અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉં.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પ્લેક્સ નીચેથી પારસની લાશ મળી આવતાં 108 અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલાં પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.

વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધું.
વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધું.

પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો હતો
મિત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 6-8 મહિનાથી એટલે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો. આવકનાં લગભગ તમામ સાધન બંધ હતાં. બીજી બાજુ, પત્નીના ચારિત્ર પર શંકા કરતો થઈ ગયો હતો, જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો.

પરિવારે ઘણા ફોન કર્યા, પણ તેનો સંપર્ક ન થયો.
પરિવારે ઘણા ફોન કર્યા, પણ તેનો સંપર્ક ન થયો.

કર્ફ્યૂના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા ને લાશ મળી
વધુમાં ઉમેર્યું હતું કે સોમવારની રાત્રે પણ પત્ની જોડે કોઈ વાત પર ઝઘડો થયા બાદ પારસ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો, જેને લઈ પરિવારે તેને ઘણા ફોન કર્યા પણ તેનો સંપર્ક ન થતાં મિત્રોની મદદ માગી હતી. કર્ફ્યૂના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો. પારસના પિતા છેલ્લાં 4 વર્ષથી પરિવાર સાથે ઝઘડો કરી ક્યાંય ચાલી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરેથી નીકળી ગયેલા પારસને શોધવા નીકળેલા મિત્રોને લાશ મળી.
ઘરેથી નીકળી ગયેલા પારસને શોધવા નીકળેલા મિત્રોને લાશ મળી.

મૃતક તણાવગ્રસ્ત કોઈને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરપીમાં માસ્ટર હતો
મિત્રોએ જણાવ્યું હતું કે પારસ ખૂબ મોજીલો હતો. માનસિક તણાવગ્રસ્ત કોઈને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરપીમાં માસ્ટર હતો, સાથે સાથે ફિલ્મ-અભિનેતા સની દેઓલનો ફેન અને દેશપ્રેમી હતો. વિદેશમાં અભ્યાસ કરવાની વાત કરતા મિત્રો સાથે ઝઘડો કરી અબોલો થઈ જતો હતો.