ગુનો ઉકેલાયો:અડાજણ-રાંદેર-જહાંગીરપુરામાં ચેઇન સ્નેચીંગ કરતી ટોળકીના એક બદમાશને ક્રાઇમબ્રાંચે પકડી પાડયો, 4 ગુનાઓ ઉકેલાયા

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસમાં વધુ ગુનાઓ બહાર આવી શકે તેવી શકયતા

શહેરમાં ખાસ કરીને અડાજણ-રાંદેર-જહાંગીરપુરા વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગ કરતી ટોળકીના એક બદમાશને ક્રાઇમબ્રાંચે પકડી પાડયો છે. પકડાયેલા શખ્સની હજુ ઉંડાણપૂર્વક પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં ચેઇન સ્નેચીંગના 4 ગુના ઉકેલાયા છે. જેમાંં અડાજણ-2, ઉમરા-1 અને જહાંગીરપુરામાં ચેઇન સ્નેચીંગનો ગુનો ઉકેલાયો છે.

ક્રાઇમબાંચના હાથે પકડાયેલા બદમાશે બાઇક પર આવી 9મી મેએ પાર્લે પોઇન્ટ સોમનાથ મંદિર પાસેથી આધેડ મહિલાના ગળામાંથી 50 હજારની સોનાની ચેઇન તોડી ભાગી ગયો તેમજ અડાજણ પાલ રાજહંસ એપલની ગલીમાં વૃદ્ધા ગાર્ડનમાં બેસી ઘરે આવતા હતા તે વખતે રસ્તામાં બાઇક પર એક શખ્સે 2 તોલાની સોનાની ચેન 1 લાખની તફડાવીને ભાગી ગયો હતો.

આ ઘટના 20મી જુલાઇએ મોડીસાંજે બની હતી. તદ્ઉપરાંત જહાંગીરપુરામાં માધવ પ્લેટિનાની પાછળ 52 વર્ષની વિધવા 26મી મેએ સાંજે ચાલવા નીકળ્યા હતા. તે વખતે 30 હજારની ચેઈન બદમાશો તોડી ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...