તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અડાજણ-રાંદેર, પાલની સાઈટો પર ચેકિંગ, ગંદકી મળતા 51 હજાર દંડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે કાર્યવાહી
  • 10ને નોટિસ, દંડ ફટકાર્યો પણ મચ્છરોના બ્રિડિંગ તપાસવાની તસ્દી ન લીધી

સુરત શહેરને મેલેરિયા મુક્ત શહેર બનાવવા માટે ચોમાસા ટાંણે પાલિકાએ કામગીરી હાથ ધરી છે. પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગે મચ્છર ઉત્ત્પત્તિ-રોગ અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. તેમાં રાંદેર વિસ્તારમાં આવેલા બાંધકામો અને ખુલ્લા પ્લોટોમાં તેમજ વિવિધ પ્રિમાઈસિસમાં વરસાદી પાણીના ભરાવાને પગલે 10 જેટલી સાઈટો પર નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સાફસફાઈ પાણી ભરાવાનો નિકાલ અંગે બેદરકારી દાખવવામાં આવતાં 51 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અડાજણ ગોરાટ અને તાડવાડી વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર 10 હજાર, પાલ વિસ્તારમાં 25 હજાર, પાલનપુર વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી 5 હજાર, પાલનપોર ગામ ગૌરવપથ વિસ્તારની બાંધકામ સાઈટ પરથી 6 હજાર અને રાંદેર વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી 5 હજાર એમ કુલ રૂપિયા 51 હજારનો વહીવટી ચાર્જ વીબીડીસી વિભાગે વસુલ કર્યો છે.

વીબીડીસી વિભાગના ઇન્ચાર્જ જંતુ નાશક અધિકારી જયસુખ વાગડિયાએ જણાવ્યું હતું કે, તમામ બાંધકામ, ખાનગી ખુલ્લા પ્લોટ, બંધ ઘર, કોમર્શિયલ વિસ્તારના મિલકતદારોએ વરસાદી પાણીનો ભરાવો નહી થાય તેની કાળજી રાખવી જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હવે ચોમાસાની સિઝનની શરૂઆત થનાર છે. ત્યારે વરસાદી પાણીના ભરાવાથી મચ્છર ઉત્ત્પન્ન થઈ રોગચાળો વકરી શકે છે. જેથી દરકાર નહીં લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે, જેમાં દંડ પેટે વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...