વિવાદ:અડાજણના કોર્પોરેટરે વેરાઘટાડાની દરખાસ્તની પોસ્ટ મૂકી, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કોઈ ઠરાવ નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020ના હદ વિસ્તરણમાં શહેરમાં સમાવિષ્ટ ભાઠા-ભાટપોર સહિત 27 ગામોમાં વેરા ઘટાડવાનો મુદ્દો
  • પંચાયત સમયે નજીવા વેરા સામે પાલિકાએ જે સુવિધા મળી નથી તેનો પણ વેરો ઉમેર્યો હોવાની રાવ

વર્ષ 2020માં વધુ એક વખત શહેરના હદ વિસ્તરણથી 2 નગરપાલિકા તેમજ છેવાડાનાં 27 ગામોને શહેરમાં સામેલ કર્યાના 2 વર્ષ પછી પણ મોટાભાગના નવા ગામોમાં ડ્રેનેજ-પાણી નેટવર્ક સહિતની સુવિધાઓનો અભાવ છે. પાલિકાએ ઊંચા વેરા બિલ મોકલતા લોકોમાં અસંતોષ છે.

વેરામાં રાહત આપવાની ગ્રામજનોની રજૂઆતો વચ્ચે પાલિકા સત્તાધીશોએ હજુ કોઇ ઠરાવ કર્યો નથી તે પહેલાં વૉર્ડ નં-10(અડાજણ-પાલ-ઇચ્છાપોર)ના નગર સેવકે ભાઠા-ભાટપોર સહિતના નવા ગામોના મિલકત વેરા બિલમાં ટૂંકમાં ઘટાડાની દરખાસ્ત મંજૂર કરવા ઉચ્ચ નેતાએ જણાવ્યું હોવાની સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે હાલમાં આ મુદ્દે કોઇ ઠરાવ ન થયાનું જણાવ્યું હતું.

‘હાલ કોઇ જાણકારી નથી’
વેરા બિલમાં ઘટાડાની દરખાસ્ત મંજૂર કરવા કોર્પોરેટરની પોસ્ટ મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે કહ્યું કે, આ અંગે કોઇ જાણકારી નથી. આ પ્રકારનું કોઇ આયોજન છે કે નહીં તે પણ અમારી જાણમાં નથી.

‘પોલિસી બનાવવાની વાત છે’
કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાએ કહ્યું કે, ભાઠા-ભાટપોર સહિતના 27 ગામમાં વેરામાં ઘટાડા દરખાસ્ત મંજુરીમાં મુકવામાં અાવશે અને તે માટે પૉલિસી બનાવવા આપી છે.

ઘટાડા પૉલિસી પર્ટિક્યુલર વિસ્તાર માટે નહીં હોઇ શકે:ચેરમેન
​​​​​​​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, વેરા બિલમાં ઘટાડા કરવા હોય તો પૉલિસી બનાવવી પડે, કેલક્યુલેશન થાય, કોઇ પર્ટિક્યુલર વિસ્તાર માટે આવું ન હોય. પૉલિસી આખા શહેર માટે બને. જ્યાં સુધી વ્યવસ્થા ન થઇ હોય અને મિલકતદારો ડિમાન્ડ કરે ત્યારે પૉલિસી માટે વિચારણા કરી શકાય પણ તે મંજૂર કરવી ન કરવી, બાયલોઝમાં શું આવે છે? BPMC એક્ટ શું કહે છે? ત્યાર પછી નિર્ણય લેવાય. હાલ કોઇ આયોજન નથી તેમ પણ ઉમેર્યું હતું.

વિપક્ષ નેતાએ કહ્યું કે સમગ્ર શહેરને લાભ મળવો જોઇએ
​​​​​​​િવપક્ષનેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, વેરા બિલમાં ઘટાડા અંગે સુરત મહાનગર પાલિકાનું હાલ કોઇ આયોજન નથી,આ મુદ્દે ઠરાવ બાકી છે તે પહેલાં કોર્પોરેટરે પાટીલના નામથી ટૂંકમાં વેરા ઘટાડા દરખાસ્ત મંજૂરી માટેની પોસ્ટ મુકી ઋૃણ ચુકવ્યો હોય શકે. જો પાટીલે કહ્યું હશે તો દરખાસ્ત મંજૂર થશે તો . આ દરખાસ્તનો મંજૂર થતાં વેરા ઘટાડાનો લાભ આ 27 ગામ સહિત તમામ શહેરીજનોને મળવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...