રેડ:અડાજણના સ્પામાં કુટણખાનું પકડાયું મહિલા સહિત 2 ઝબ્બે, 4 યુવતી મુક્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો સાથે કોડવર્ડમાં ફુલ સર્વિસની વાત કરી 2 હજાર વસૂલતા હતા

અડાજણ સ્ટાર બજારની બાજુમાં એકવા કોરીડોર કોમ્પલેક્ષમાં પહેલા માળે દુકાનમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર મીસીંગ સેલએ ગુરુવારે રેડ કરી હતી. આ દરમિયાન ત્યાંથી 4 મહિલાઓને મુક્ત કરાવી સ્પાની મહિલા માલિક સહિત બેની ધરપકડ કરી છે. અન્ય ભાગીદાર મહિલા વોન્ટેડ છે. પોલીસથી બચવા માટે સ્પાના સંચાલકે કોમ્પલેક્ષમાં બન્ને છેડા પર સીસીટીવી કેમેરા લગાડયા હતા.

સ્પામાં આવતા ગ્રાહકોની સાથે સંચાલક કોડવર્ડમાં ફુલ સર્વિસ કહી વાત કરતા હતા. સ્પામાં એન્ટ્રી વખતે 1 હજાર અને અંદર વૈશ્યાવૃતિ કરતી યુવતીને 1 હજાર એમ 2 હજારમાં સ્પામાં વૈશ્યાવૃતિનો વેપલો બિનધાસ્ત ચાલતો હતો. ક્રાઇમબ્રાંચની મીસીંગ સેલએ ગુરુવારે બપોરે સ્પામાં રેડ પાડી માલિક હિનલ વિજય પરમાર (રહે.નંદ પેલેસ, કતારગામ) અને સંચાલક નારાયણસીંગ રાજેશ શ્રીનાથ પાલ(રહે.મુલ્લાજી સર્કલ પાસે, પારડી, સચીન, મૂળ રહે.અલ્હાબાદ)ને પકડી ધરપકડની કાર્યવાહી કરી છે.

જયારે સ્પામાં દેહવ્યાપારનો ધંધો કરતી 4 મહિલાને પોલીસે મુક્ત કરાવી હતી. ચાર પૈકી એક મુંબઈ અને એક બંગાળની છે. હિનલ સાથે ભાગીદારીમાં સ્પા ચલાવતી સલમા શેખ(રહે,અંકલેશ્વર)ને વોન્ટેડ જાહેર કરી છે. બંને મહિલા ભાડેથી સ્પા ચલાવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...