તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાઇ યુવતી હત્યા પ્રકરણ:એજન્ટ મારફતે હવાલાથી એડા રૂપિયા થાઈલેન્ડ મોકલતી હતી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની મોટી બહેને ભારત આવવાનો ઈન્કાર કરતા મીમીના અંતિમ સંસ્કાર સુરતમાં જ કરાશે

મીમીની હત્યા હમવતની એડાએ કરી હતી. હાલમાં એડા પોલીસ રિમાન્ડ પર છે. રૂપિયાના ટ્રાન્જેકશનો બાબતે કેટલીક હકીકતો પોલીસ સામે આવી છે, જેમાં એડા થાઇલેન્ડ રૂપિયા એજન્ટ મારફતે હવાલાથી મોકલતી હોવાની શંકા સામે આવી રહી છે. પોલીસ એજન્ટની તપાસ કરી રહી છે સાથે એડાએ એજન્ટ મારફતે કેટલા રૂપિયા મોકલાવ્યા તે તમામ વિગતોની તપાસ કરી રહી છે. મીમી ઉર્ફે વનિડા બુસોર્નની મોટી બહેને ઈન્ડિયા આવવાની ના પાડી હતી. જેના કારણે ઈન્ડિયન એમ્બેસીએ થાઇલેન્ડ એમ્બેસીનો સંપર્ક કરી ત્યાંથી મૃતકની મોટી બહેનના DNA સેમ્પલ મંગાવ્યાં છે.

આગામી દિવસોમાં થાઇલેન્ડથી મોટી બહેનના DNA સેમ્પલ આવી જશે ત્યાર પછી મૃતક મીમી ઉર્ફે વનિડાના DNA સેમ્પલને મેચ કરવા માટે એફએસએલમાં મોકલાશે. હાલમાં મીમી ઉર્ફે વનિડાની ડેડબોડી કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી છે. થાઇલેન્ડ એમ્બેસી સાથે સંપર્ક કરી આગામી દિવસોમાં મીમીના મૃતદેહના અંતિમ સંસ્કાર સુરતમાં જ કરવામાં આવશે.

એડાની તપાસમાં એક પોલીસ કર્મીનો ઉલ્લેખ
હમવતની અનન્ડા ઉર્ફે એડાની કોલ ડિટેઇલ્સની પોલીસે તપાસ કરી હતી. આ કોલ ડિટેઇલ્સ આધારે તેને દારૂ કોણે પુરો પાડયો તે અંગેની વિગતો સામે આવી શકે છે. કેટલાક પોલીસકર્મી અને ઓફિસરો પણ એડાના સંપર્કમાં છે અને એડાની પૂછપરછમાં એક પોલીસવાળાના નામનો પણ ઉલ્લેખ થતો હોવાની ચર્ચા છે. આ અંગે ઉમરા પીઆઈ સાળુંકેનો સંપર્ક તેમણે આ વાતનો ઈનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...