તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં ચેઇન-સ્નેચિંગ કરતો ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતાં ચેઈન-સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચૂક્યો છે, ત્યારે તેનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડિંગ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
બાતમી આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત રાંદેર મોરાભાગળ રસ્તા પાસે આવતા પોલીસને બાતમી હકીકતના આધારે સુરત રાંદેર ભેંસાણ ચાર રસ્તા રોડ પાસેથી પોકેટ-કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતાં શંકાસ્પદ વાહનોને ચેક કરતા હતા. એ વખતે થોડીવારમાં ઈચ્છાપોર હાઈવે તરફથી મળેલી બાતમી પ્રમાણે બે ઈસમો એક બાઈક પર આવતા જણાતા, તેને આડસ ઊભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ચોરેલી બાઈક પર આવેલા બન્ને ઈસમો પાસેથી તૂટેલી સોનાની ચેઈન નંગ-3 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-2 અને એક સ્પલેન્ડર બાઈક મળી કુલ 2,54,500ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અલગ અલગ પો. સ્ટેના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવામાં આવ્યા છે.
2.54 લાખનો મુદ્દામાલ પણ કબજે
પોલીસે જણાવ્યું હતું કે બન્ને મેચના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતાં ચેઇન-સ્નેચિંગના રવાડે ચડ્યા હોવાનું જણાવી રહ્યા છે. બને આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળી 2.54 લાખનો મુદ્દા માલ પણ કબજે લેવામાં આવ્યો છે. સુરત પોલીસે બન્ને આરોપીની પૂછપરછ બાદ ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બંને આરોપી ગ્રેજ્યુએટ અને એકે કેમિસ્ટ્રીમાં બીએસસી સુધીનો અભ્યાસ કરેલો હોવાનું અને તો ટીવી એક્ટર મીરાજ બીકોમ સુધી અભ્યાસ કરેલો હોવાનું જાણવા મળ્યું છે. રાંદેર પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે.
મોડસ ઓપરેન્ડી
મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જ્યાં લોકોની અવરજવર ઓછી હોય અને વૃદ્ધ મહિલાઓ એકલાં ચાલતાં ચાલતાં જતાં હોય તેમને નિશાન બનાવતા હતા. ત્યાર બાદ તેમની પાછળ બાઈક લઈ જઈ વૃદ્ધ મહિલાઓના ગળામાં શું પહેરેલું છે એની બાઈક પર રેકી કરી બાઈક યુટર્ન મારી તકનો લાભ લઈ અછોડા તોડી નાસી જતા હતા.
આરોપીનું સિરિયલમાં મહેમાન કલાકાર તરીકેનું કામ
આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી 10-15 કરતાં વધારે સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે.
બંને મિત્રો 3 મહિનાથી સુરતમાં સ્થાયી થયા
આરોપીઓ જુનાગઢમાં સાથે અભ્યાસ કરતા હતા અને ક્રિકેટના સટ્ટાના રવાડે ચઢી ગયા હતા. વૈભવે ઘણા વર્ષો પહેલા ચેઇન સ્નેચિંગ શરૂ કરી હતી. ક્રિકેટ સટ્ટામાં મીરાજ પર પણ દેવું થઇ ગયું હતું. વૈભવ કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગ કરતા હોવાથી મીરાજ તેની સાથે જોડાયો હતો.
મિરાજે વૈભવને સ્નેચિંગ કરવા સુરત બોલાવ્યો
મીરાજ આરોપી વૈભવ સાથે સંપર્કમાં હતો. દેવું ચુકવવા સ્નેચિંગની યોજના બનાવી અને વૈભવને સુરત બોલાવ્યા. બંને ચેઇન બાઇકનું લોક તોડી ડાયરેક્ટ કરીને આ બાઇક પર સ્નેચિંગ કરતા. હતા> જે.પી.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર
પકડાય નહીં તે માટે ચોરીનું બાઈક વાપરતાં
પહેલા બાઈક ચોરી કરતા હતા. બાદ તે મહિલાઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરતો હતો. વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતા. પહેલા ગળામાં સાંકળ જોતો હતો. સાંકળ સોનાની હોવાનું માલૂમ થતાં, તે યુ-ટર્ન લઇને પાછા આવતા હતા
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.