તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:સુરતના વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો સામે વિરોધ, કાર્યકરોને સી.આર.પાટીલે કહ્યું, તમારા ધારાસભ્યએ નામ આપ્યા, કાર્યકરે કહ્યું, ધારાસભ્ય રમાડે છે, ફોન નથી ઉપાડતા

સુરત3 મહિનો પહેલા
ભાજપના ચીકુવાડી ખાતે આવેલા વોર્ડ કાર્યાલય પર કાર્યકરોએ ઉમેદવારના નામ જાહેર થતાં જ હોબાળો મચાવ્યો હતો અને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી.
  • નારાજ થયેલા કાર્યકરોએ કાર્યાલય પર પહોંચી હલ્લાબોલ કર્યાનો અવાજ પાટીલને સંભળાવ્યો
  • કુમાર કાનાણીએ કહ્યું કે, હું માથાકૂટ જ કરું છું, તમે ઉધના કાર્યાલય પર જઈને રજૂઆત કરો

સુરત પાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 30 વોર્ડના 119 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ચીકુવાળી ખાતે આવેલા વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પહોંચીને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. પોતાની પસંદગીના ઉમેદવાર ન મૂકાયા હોવાથી 200થી વધુ કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી હતી. તમામ ચારેય ઉમેદવાર આયાતી હોવાનો રોષ પ્રગટ કરતાં કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ પાટીલને કહ્યું કે આવું કેમ કર્યું ત્યારે પાટીલે કહ્યું કે તમારા ધારાસભ્યએ નામ આપ્યા અને ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન કરીને ઉમેદવાર બદલવા અંગે વાત કરી હતી.કાર્યકરોએ પેજ કમિટીના કાગળો પણ સળગાવી દીધા હતાં.

કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કરતાં કહ્યું કે ઉમેદવારને ઓળખતા પણ નથી.
કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કરતાં કહ્યું કે ઉમેદવારને ઓળખતા પણ નથી.

પક્ષપ્રમુખે કહ્યું ધારાસભ્યએ કહ્યું તેને ટિકિટ આપી
વોર્ડ નંબર 3ના કાર્યાલય પર પોતાના ઉમેદવારની જગ્યાએ આયાતી ઉમેદવારને ટિકિટ અપાઈ હોવાના રોષ સાથે હોબાળો કરતાં એક કાર્યકરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. આયાતી ઉમેદવાર કેમ રાખ્યા તે અંગેનો જવાબ આપતાં પાટીલે કહ્યું કે, તમારા ધારાસભ્યએ જે નામ આપ્યા તેમને ટિકિટ આપવામાં આવી છે. તમે વિરોધ ન કરો અને ધારાસભ્યને રજૂઆત કરો તેવો મીઠો જવાબ કાર્યકરને આપ્યો હતો. કાર્યકરે હોબાળો કરતાં કાર્યકરોનો અવાજ પણ પક્ષપ્રમુખને સંભળાવ્યો હતો.

કુમાર કાનાણીએ કહ્યું, મેં ઘણી માથાકૂટ કરી
પક્ષ પ્રમુખના સૂચન મુજબ ભાજપના સક્રિય કાર્યકરે વરાછાના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન કર્યો હતો. જેમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, હું બપોરથી માથાકૂટ કરું છું. તમે હવે ત્યાં હોબાળો કરવાની જગ્યાએ ઉધના ખાતેના કાર્યાલય પર જાઓ. કાર્યકરે કહ્યું કે, આ ચારેય આયાતી ઉમેદવાર અમને પસંદ નથી તમે આ ઉમેદવારો બદલો નહીતર સીટ ગૂમાવવાનો વારો આવી શકે છે.

આ ચાર ઉમેદવારના નામ જાહેર થયા છે
વોર્ડ નંબર 3માં ભાજપે દક્ષાબેન લવજીભાઈ ખેની, ભાવનાબેન રાજેશભાઈ દેવાણી તથા ધર્મેશભાઈ ગોરધનભાઈ સરસીયા અને ભાવેશભાઈ શંભુભાઈ ડોબરીયાને ટિકિટ આપી છે. આ ચારેય ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને પસંદ ન હોય તે રીતે ભાજપના વોર્ડ કાર્યાલય પર જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ઉમેદવારની માંગ સાથે પેજ કમિટી પણ સળગાવી દેવામાં આવી હતી.
સ્થાનિક ઉમેદવારની માંગ સાથે પેજ કમિટી પણ સળગાવી દેવામાં આવી હતી.

પેજ કમિટીના ફોર્મ સળાગાવાયા
આયાતી ઉમેદવારથી રોષે ભરાયેલા વોર્ડ નંબર 3ના કાર્યકરોએ રોષ સાથે કહ્યું કે, વર્ષોથી જીવના જોખમે મહેનત કરે છે એ કાર્યકરોનો ભાવ પૂછાયો નથી. જે તે વખતે કાર્યકરોનો વિરોધ કરનારાને જ ટિકિટ આપવામાં આવી છે. આવા આયાતી ઉમેદવાર અમારા વોર્ડને ચાલે એમ નથી. માટે અમે સખત વિરોધ કરતાં પેજ કમિટી સળગાવીને વિરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો