તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Activists Burn Effigy Of Conress Leader Party President Raika, Tushar Chaudhary And Kadir Peerzada In Surat Due To Defeat In Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ ફાટ્યો:સુરતમાં કોંગ્રેસની કારમી હારથી કાર્યકરો ગિન્નાયા, પક્ષપ્રમુખ રાયકા, તુષાર ચૌધરી અને કદીર પીરઝાદાનાં પૂતળાં સળગાવી નારેબાજી કરી

સુરત4 દિવસ પહેલા
કોંગ્રેસી કાર્યકરોએ શહેરની અગ્રણી નેતાગીરી સામે રોષ વ્યક્ત કરતાં પૂતળાં દહન કર્યા હતાં.
  • કોંગ્રેસ કાર્યાલય ખાતે ટિકિટો વેચી હોવાની નારેબાજી સાથે હતાશ કાર્યકરોએ રોષ ઠાલવ્યો

સુરત કોંગ્રેસની શરમજનક હાર થતાંની સાથે જ કોંગ્રેસે કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સીધા આક્ષેપ કર્યો છે કે સુરત કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારોની ટિકિટ વેચી નાખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ આ ત્રણેય નેતાને જવાબદાર ઠેરવ્યા છે.

કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરીને પૂતળાં સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરીને પૂતળાં સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

ટિકિટ ફાળવવામાં ધ્યાન ન અપાતાં હાર
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોતાના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને નબળા ઉમેદવારોને જે-તે વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કરે છે. તો કેટલાક ઉમેદવારોને પાસેથી રૂપિયા ખંખેરી લઈને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓને ટિકિટ આપવાને બદલે તેમને ટિકિટ ફાળવી દેવામાં આવે છે, જેને કારણે આ પ્રકારે કોંગ્રેસ પક્ષની સતત હાર સુરત શહેરમાં થતી જોવા મળતા હોવાના નારા લગાવી કાર્યકરોએ રોષ ઠાલવ્યો છે.

કોંગ્રેસના કાર્યાલય સામે જ કાર્યકરોએ હતાશ થઈને રોષ પ્રગટ કર્યો હતો.
કોંગ્રેસના કાર્યાલય સામે જ કાર્યકરોએ હતાશ થઈને રોષ પ્રગટ કર્યો હતો.

નબળા ઉમેદવારને ટિકિટ આપ્યાના આક્ષેપ
કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના નેતાગીરીથી ખૂબ જ નિરાશ થયા છે, વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે નબળો દેખાવ છતાં પણ સંગઠનની દૃષ્ટિએ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવતાં નથી, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે વિધાનસભામાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટોને ટિકિટ આપી દેવામાં આવે છે અથવા તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેની સાથે સેટિંગ કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવા પણ કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસની હાર માટે નેતાઓ જવાબદાર હોવાનો રોષ ઠાલવ્યો હતો.
કોંગ્રેસની હાર માટે નેતાઓ જવાબદાર હોવાનો રોષ ઠાલવ્યો હતો.

પૂતળાં સળગાવ્યાં
કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીરજાદા,તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતાં. સાથે આ અગ્રણી નેતાઓ વિરુદ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો