કોરોના સુરત LIVE:એક્ટિવ કેસની સંખ્યા 65, આજે રસીકરણમાં બ્રેક, કુલ 58 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ મૂકાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 65 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. ગતરોજ શહેરમાં 05 અને જિલ્લામાં વધુ 00 કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. જોકે, આજે નવા વર્ષના દિવસે રસીકરણ સદંતર બંધ રાખવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 58 ટકા લોકોમાં વેક્સિનનો બીજો ડોઝ પણ પૂર્ણ થઈ ગયો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143930 થઈ
શહેરમાં 05 અને જિલ્લામાં 00 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143930 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગતરોજ શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 06 સહિત 08 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141755 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 65 થઈ છે.તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

રસીકરણમાં તહેવારની રજા
સતત રસીકરણ સાથે જોડાયેલા મેડિકલ સ્ટાફને તહેવારની ઉજવણીમાં મોકો મળે તે માટે રસીકરણ ધીમું કરવામાં આવ્યું છે. દિવાળીના દિવસે સવારે નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આજે નૂતનવર્ષ એટલે કે આવતી કાલે રસીકરણની કામગીરી સદંતર બંધ રાખવાનો પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.