નોટિસ:આચાર્યની નિમણૂક નહીં કરનાર સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સામે પગલાં ભરાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્યની ભરતી માટે 15 કોલેજને નોટિસ અપાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હવે ઇન્ચાર્જ આચાર્યના સહારે ગાડુ નહીં ગબડાવી શકે.મંગળવારે િસન્ડિકેટની બેઠકમાં કોલેજ સામે પગલા ભરવાની સત્તા કુલપતિને અપાતા 15 કોલેજને આચાર્યની ભરતી કરવા માટે નોટિસ આપવામાં આવશે.

વીએનએસજીયુ સાથે 125 સેલ્ફ ફાયનાન્સ કોલેજ જોડાયેલી છે. જેમાંથી ઘણી કોલેજ ઇન્ચાર્જ આચાર્યના સહારે ગાડુ ગબડાવી રહી છે. ઓર્ડીનન્સ 37(ડી પ્રમાણે) ઈન્ચાર્જ આચાર્યની નિમણૂંક કરવાની રહે છે. ઘણી કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. આવી કોલેજ પર નિયંત્રણ રાખવા માટે ઇન્ચાર્જ આચાર્યની નિમણૂંક અને ઓર્ડિનન્સ અનુસાર માન્યતાની પ્રક્રિયા પણ કરવામાં આવી ન હોવાથી તેઓને ખુલાસા માટે બોલાવી કાર્યવાહીની સત્તા કુલપતિને સોંપવામાં આવી છે. સિન્ડીકેટમાં આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં અજમાયશી પિરીયડ પૂર્ણ કરનાર રાજલ મહેતા અને ભરત પ્રજાપતિની નિમણુકને બહાલી અપાઇ હતી.

પીએચડી પરીક્ષાનો નિર્ણય કુલપતિ કરશે
યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા માટે દાવેદારી કરનાર કુલ 146 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 20 ઓકટોબરના રોજ લેવાનું નક્કી કરાયું છે. જો કે આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે કે પછી ઓફલાઇન તે મુદ્દે હાલમાં પણ ગડમથલ હોવાથી કુલપતિને પરીક્ષા ઓનલાઇન લેવી કે ઓફલાઇન તેનો નિર્ણય કરવાની સત્તા સોંપવામાં આવી છે.

અધ્યાપકોને રિસર્ચ માટે પાંચ લાખની જોગવાઈ
યુનિવર્સિટી સંલગ્ન 350 જેટલી કોલેજમાં ફરજ બજાવી રહેલા અધ્યાપકોની રિસર્ચ એકટીવીટી માટે કુલ 5 લાખની જોગવાઇ બકેટમાં કરવાનો ઠરાવ આ સિન્ડીકેટ કારા કરવામાં આવ્યો હતો. 350 કોલેજોના અધ્યાપકોને રિસર્ચ માટે પાચ લાખની જોગવાઇ હોવાથી વહેલા તે પહેલાની સિસ્ટમ અહીં જોવા મળે ત નવાઇ નહી હોય.

અન્ય સમાચારો પણ છે...