તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Acquisition Of Corona At People's Food's Night Food Market, 3 Out Of 5 Stalls Of The Municipality Were Rented At Negligible Rates.

કોરોના ઈફેક્ટ:પીપલોદના નાઇટ ફૂડ બજારને કોરોનાનું ગ્રહણ, પાલિકાના 5માંથી 3 સ્ટોલ નજીવા ભાડે અપાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીપલોદના નાઇટ ફૂડ બજાર - Divya Bhaskar
પીપલોદના નાઇટ ફૂડ બજાર
  • મહિને 39 હજારના ભાડે જતા એક ફૂડ સ્ટોલનું પાલિકાને માંડ 14 હજાર ભાડંુ મળશે
  • બે વાર ટેન્ડરિંગ પછી સ્ટોલ ભાડે ગયા, રેસ્ટોરન્ટ ચલાવવા કોઇએ રસ ન દાખવ્યો

પીપલોદ નાઈટ ફૂડ બજારમાં 5 ફૂડ સ્ટોલ અને એક રેસ્ટોરન્ટને ભાડે આપવાના ટેન્ડરોમાં માત્ર ત્રણ ફૂડ સ્ટોલ માટેની જ ઓફર આવી છે તેમાં પણ ઓછો ભાવ ભરવામાં આવ્યો છે.! તો રેસ્ટોરન્ટ અને બે સ્ટોલની ઓફર બેથી વધુ પ્રયત્ન છતાં આવી શકી નથી. અઠવા ઝોન વિસ્તારમાં આવેલા પીપલોદ નાઈટ ફૂડ બજારમાં ફા.પ્લોટ નંબર-100 ખાતેના 5 ફૂડ સ્ટોલ તેમજ એક રેસ્ટોરન્ટ ભાડેથી આપવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકાઈ છે. પાલિકા પ્લોટો ભાડેથી આપીને આવક મેળવે છે પરંતુ કોવિડને પગલે તેના પર પણ અસર વર્તાઇ રહી છે.

પાલિકાના આ નાઈટ ફૂડ બજારમાં પાંચ ફૂડ સ્ટોલ માંથી માંડ ત્રણની ઓફર આવી છે જ્યારે ફૂડ સ્ટોલ અને એક રેસ્ટોરન્ટમાં કોઈ એ રસ દાખવ્યો ન હોય પાલિકાને આવક પર ફટકો પડી રહ્યો છે. અગાઉ આ પ્લોટો પર પાલિકાને 25 હજારથી 39 હજાર જેટલું ભાડૂ મળ્યું છે. રેસ્ટોરન્ટમાં તો 60 હજાર ભાડું મળ્યું હતું પરંતુ પાંચ પ્લોટો પર બીજા પ્રયત્નો અને અન્ય એક પ્લોટમાં ચાર પ્રયત્નો બાદ ઓફરો આવી હતી.

તેમાં, એ ટાઈપના બે સ્ટોલમાં 13, 151 અને 11 હજારની ઓફર આવી છે. પરંતુ એક ઈજારદારે ડી.ડી.ના બદલે ચેક મૂક્યો હોય ટેન્ડર દફ્તરે કરવું પડે તેમ છે. માત્ર ત્રણ ફૂડ સ્ટોલ માટે ઓફર આવી છે તેમાં, મહિનનું મહત્તમ ભાડું એ-3 પ્લોટ માટે રૂ. 14450, બી-10 માટે રૂ. 10150 તથા ડી-2 માટે રૂ. 10555 છે.

અન્ય સમાચારો પણ છે...