ધરપકડ:છાત્રની જાતીય સતામણી કરનારો આચાર્ય નિશાંત મોડીરાતે પકડાયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુણા પોલીસે નિશાંતને તેના ઘર બહારથી પકડી પાડ્યો હતો

પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી કરવાના મામલે પુણા પોલીસે પ્રિન્સિપાલને શનિવારે મોડીરાતે પકડી પાડ્યો છે. પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો. આ અંગેની બાતમી પુણા પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી ઘર પાસેથી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે. પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ 2018માં જાતીય સતામણી કરી હતી.

શાળાનો આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો ફોન શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. પ્રિન્સિપાલની સાથે 5 થી 7 વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીના કપડા પણ સંતાડી દેવાયા હતા. અગાઉ આરોપી સામે ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા તે ઘરેથી ભાગી ગયો હતો. આરોપી નિશાંત વ્યાસ સુમુલ ડેરી રોડ પર આવેલા નિલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ ટીચર છે. પોલીસે જે રૂમમાં બનાવ બન્યો તેની પણ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...