• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Accused Who Ordered Surat Ganja From Odisha Nabbed For 7 Months, One Nabbed With Quantity Of Liquor From House In Rampura Nuri Mohalla

સુરત ક્રાઈમ ન્યુઝ:ઓડિશાથી સુરત ગાંજો મંગાવનાર આરોપી 7 મહિને ઝડપાયો, રામપુરા નુરી મોહલ્લામાં ઘરમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓડિશાથી ગાંજો મંગાવી સુરતમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતા આરોપીને ઝડપી પડાયો. - Divya Bhaskar
ઓડિશાથી ગાંજો મંગાવી સુરતમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતા આરોપીને ઝડપી પડાયો.

સુરત એસઓજી પોલીસે વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં ગોલવાડ પાસે આવેલા એક ઘરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ઓડિશા ખાતેથી ધરપકડ કરી છે.

મંગાવેલો ગાંજો ઝડપાતા ફરાર થયો
ડીસીબી પોલીસની ટીમે ઓડિશા ખાતે જઈને આરોપી કાલીયા મંગળ ઘોષને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે તારીખ 6 જાન્યુઆરી 2022ના રોજ સુરત એસઓજી પોલીસે નવાપુરા ગોલવાડ પાસે આવેલા એક ઘરમાંથી 40 કિલો 530 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે સમયે તોફાન સુદર્શન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ ગાંજાનો જથ્થો કાલીયા મંગળ ઘોષ નામના ઇસમે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આરોપીને મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપાયો
કાલીયા મંગળ ઘોષ સચિન વિસ્તારમાં રહી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતો હતો. સુરતમાં તેની સામે ગુનો દાખલ થતા તે સુરત શહેર છોડી ઓડિશા નાસી ગયો હતો અને તે છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો હતો. જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સા જઈને વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો મહિધરપુરા પોલીસને સોપ્યો છે.

બાતમી આધારે દારૂ ઝડપી પાડ્યો
લાલગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે રીઝવાન નામનો ઇસમ કે જે રામપુરા નુરી મોહલ્લા પાસે રહે છે. તેણે ઘરમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. બાતમીના આધારે લાલગેટ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા અહીંથી 71,260 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મોહમદ રીઝવાન ઉબ્રાહીમ શેખની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...