મિલકત પરત સોંપાઈ:ગુજસીટોકના આરોપી સજજુ કોઠારીએ ગેરકાયદે પચાવેલી મિલકત મૂળમાલિકને ક્રાઈમ બ્રાન્ચે પરત અપાવી

સુરત2 મહિનો પહેલા
કોઠારીએ પચાવેલી મિલકત ક્રાઈમ બ્રાન્ચે પરત અપાવી
  • સજ્જુ બંધુઓએ 2015થી સિંધ બેકરીના બંધ ગોડાઉનનો ગેરકાયદે કબજો કર્યો હતો 

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સજજુ કોઠારીની તાજેતરમાં જ ધરપકડ કરી લીધી હતી. નાનપુરા જમરુ ગલીમાં સજજુ કોઠારીએ પોતાની ઇમારતની આસપાસની કેટલીક મિલકતોને ધાક-ધમકીથી પોતાના કબ્જામાં લઈ લીધી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી વધી રહી હતી. સજજુ કોઠારી માથાભારે હોવાથી તેની સામે કોઈ ફરિયાદ કરી રહ્યું ન હતું પરંતુ આખરે તે જેલના સળિયાની પાછળ જતાં તેની કબ્જે કરાયેલી મિલકતના મૂળ માલિક દ્વારા ફરિયાદ કરાતા ક્રાઈમ બ્રાન્ચે તેને તેની મિલકતનો કબજો પરત સોંપ્યો હતો.

છટવાણી પરિવાર સિંધ બેકરી ચલાવતો
અનિલભાઈ મુરલીભાઈ છટવાણી ઉ.વ .46 રહેવાસી પ્લોટ નં .36 ડી.સી.વીલા , સેન્ટ ઝેવિયર્સ સ્કુલની સામે ઘોડદોડ રોડ , સુરત વાળાઓની નાનપુરા જમરુખ ગલી ખાતે આવેલ મિલકત વોર્ડ નં .1 નોંધ નં . 1939- અ તથા બમાં ભૂતકાળમાં અરજદારનો પરિવાર સિંધ બેકરી ચલાવતો હતો. આ મિલકતમાં સિંધ બેકરીના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તેમની સિંધ બેકરી બંધ થઈ જતાં આ મિલકત બંધ રહેતી હતી. જેથી તેમાં તે વિસ્તારના માથાભારે સજ્જુ કોઠારી તથા તેના ભાઈઓએ 2015થી આ કાચા અમલાવાળી ઈમારતનો ગેરકાયદે કબજો કરી લીધેલો હતો . જેનુ ક્ષેત્રફળ આશરે 100 વાર હતું .

સજ્જુ સામે ફરિયાદ થતાં સીપીને અરજી કરી
તાજેતરમાં સજ્જુ કોઠારી વિરુધ્ધમાં ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના ગુન્હાઓ દાખલ થતાં પોલીસે તેની ધરપકડ કરેલા હોવાની જાણ વર્તમાનપત્ર દ્વારા અરજદારને થતાં અરજદારને પણ હિંમત મળેલી અને તેઓએ પોલીસ કમિશ્નરને મળી આ બાબતેની એક લેખિત અરજી તપાસ માટે આપેલી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી. ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરતા સામાવાળાઓને લેન્ડ ગ્રેબિંગનો બીજો દાખલ થશે તે અંગેની ખબર પડી જતાં તાત્કાલિક આ ગેરકાયદેસર કબ્જે કરેલ જગ્યાનો કબજો ખાલી કરી દીધો હતો. તેમાંથી તેમનો સામાન ખસેડી લીધેલ હતો. આજે અરજદારએ પોતાની જમરુખ ગલી વાળી મિલકતનો કબજો પોતાના હસ્તક સંભાળી લીધેલ છે.

સજ્જુ જેલમાં હોવાથી તેનો ખોફ ઓસર્યો
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું કે ગુજસીટોકનો આરોપી સજજુ કોઠારી જેલના સળિયા પાછળ હોવાને કારણે તેને લઈને લોકોમાં ભય ઓછો થયો છે. જમરૂખ ગલીમાં કોઠારીયાના ભાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી મિલકતને લઈને અરજી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા અરજદારને પોતાની મિલકતનો કબજો પરત મળી ગયો છે. જોરદારને મિલકત મળ્યા પછી પણ સજજુ કોઠારી કે અન્ય કોઈ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ્ય પગલાં લેવાશે તેવી પણ બાહેધરી અરજદારને આપવામાં આવી છે. જેથી શહેરમાં આવવા માથાભારે તત્વોની સામે લોકો ભય મુક્ત રહે.

અન્ય સમાચારો પણ છે...